BANASKANTHADEODAR

નિર્જળા એકાદશીના પાવન અવસરે દિયોદરમાં ધર્મ,ભક્તિ અને ગૌસેવાનો અનેરો સંગમ

નિર્જળા એકાદશીના પાવન અવસરે દિયોદરમાં ધર્મ,ભક્તિ અને ગૌસેવાનો અનેરો સંગમ
પૂ. જલારામ બાપા અને પૂ સદારામ બાપા ના ભજન ભોજન ના આદર્શ નો મહિમા અપરંપાર છે..

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

સનાતન સંસ્કૃતિમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે તેમાંય નિર્જળા એકાદશી નું વિશેષ મહત્વ છે
તા. ૨૫ જુન રોજ પૂ બાપાની કૃપા થી
વાવ થરાદ તાલુકાના દિયોદર શક્તિનગર સોસાયટી માં અનુપભાઈ ભુરાભાઈ ઠાકોર (તંત્રીશ્રી)ના નિવાસસ્થાને યોજાયેલા ભજન સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો સપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિસ્તાર જલારામ બાપાના જયઘોષ, ભજન-કીર્તન અને આધ્યાત્મિક વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક જલારામ બાપાના દર્શન, પૂજન અને આરતીનો લાભ લીધો હતો.કાર્યક્રમનો પ્રારંભ રાત્રે જલારામ બાપાની બાવની સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જાણીતા ભજનિકો અને ભક્તોએ એકથી એક મધુર ભજનો રજૂ કરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભજન દરમિયાન ભક્તો ભક્તિરસમાં લીન બની ભગવાનના સ્મરણમાં જોડાયા હતા. કાર્યક્રમના અંતે સૌને સાદા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળનો પ્રારંભ 2 ફેબ્રુઆરી, 2023ના રોજ ગૌસેવા અને ધાર્મિક જાગૃતિના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો હતો.
આજરોજ યોજાયેલ ભજન ઉત્સવ દરમિયાન દિયોદર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ બાળકોએ પણ ઉત્સાહભેર હાજરી આપી હતી. ભજન દરમિયાન ભક્તોએ જલારામ બાપાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.ઠાકોર પરિવાર દ્વારા કાર્યક્રમ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તો માટે બેઠક વ્યવસ્થા, પીવાના પાણી, પ્રસાદ તેમજ અન્ય તમામ સુવિધાઓનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ભક્તોએ આયોજનની પ્રશંસા કરી હતી અને મંડળની સેવાભાવનાને બિરદાવી હતી.આ પ્રસંગે સમગ્ર સનાતન હિંદુ સમાજને ધર્મરક્ષા, ગૌરક્ષા, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને સમાજસેવાના કાર્યોમાં સક્રિય સહભાગી બનવા આહ્વાન કરવામાં આવ્યું હતું. ભક્તોને નિયમિત સત્સંગ સાથે જોડાઈને ધર્મ અને સેવાના માર્ગે આગળ વધવા માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.નિર્જળા એકાદશીના આ પવિત્ર અવસરે યોજાયેલો આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમ દિયોદરમાં ભક્તિ, સેવા, એકતા અને ગૌસેવાનો પ્રેરણાદાયી સંદેશ આપી ગયો હતો. આવા કાર્યક્રમો સમાજમાં ધાર્મિક જાગૃતિ, સંસ્કારોનું સંવર્ધન અને માનવસેવાની ભાવના મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
દર ગુરૂવારે સતત યોજાતાં ભજન- સત્સંગ નો ૧૭૮ મોં દિવસ છે.. ભજન માં થતી આવક ગૌ સેવા માં સમર્પિત કરવામાં આવે છે

Back to top button
error: Content is protected !!