BANASKANTHAPALANPUR

વિશ્વ વેટરનરી દિવસ–૨૦૨૬ નિમિત્તે ફૂડ સેફ્ટી અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

2 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

Veterinarians: Guardians of Food and Health” થીમ હેઠળ વિદ્યાર્થીઓને પ્રતિસંચારીત રોગો અંગે માર્ગદર્શન.વિશ્વ વેટરનરી દિવસ–૨૦૨૬ ની ઉજવણી અંતર્ગત “Veterinarians: Guardians of Food and Health” થીમને ધ્યાનમાં રાખી પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે ફૂડ સેફ્ટી, પ્રતિસંચારીત રોગો અને જાહેર આરોગ્ય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પશુચિકિત્સા અને પશુપાલન મહાવિધાલય, કામધેનુ યુનિવર્સિટી, સરદારકૃષિનગરના વેટરનરી પબ્લિક હેલ્થ વિભાગ અને લાઈવસ્ટોક પ્રોડક્ટ્સ ટેક્નોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમને આચાર્યશ્રી ડૉ. એચ.સી. ચૌહાણનું માર્ગદર્શન મળ્યું હતું. તેમણે વિશ્વ વેટરનરી દિવસની થીમ અનુસાર સમાજમાં જાગૃતિ ફેલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તથા વિદ્યાર્થીઓને પશુચિકિત્સકોની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવી હતી. કાર્યક્રમના આયોજન અને સંકલનમાં ડૉ. એસ.એચ. સિન્ધી, પ્રાધ્યાપક અને વડા (વી.પી.એચ.)એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓ અને સ્ટાફને જાહેર આરોગ્ય, ફૂડ સેફ્ટી અને પ્રતિસંચારીત રોગો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વ્યાખ્યાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. એન.એમ. પટેલે “પ્રતિસંચારીત રોગો અને જાહેર આરોગ્ય” વિષય પર માર્ગદર્શન આપતા પશુઓમાંથી માનવોમાં ફેલાતા રોગો તથા તેના નિવારણ અંગે માહિતી આપી હતી. ડૉ. એ.એસ. પટેલે “ફાર્મથી થાળી સુધી ખાદ્ય સુરક્ષા” વિષય પર વ્યાખ્યાન આપીને ખોરાકના ઉત્પાદનથી લઈને વપરાશ સુધીની સ્વચ્છતા અને સલામતીના નિયમો સમજાવ્યા હતા. ડૉ. કે.જે. પટેલે “પર્યાવરણ સ્વચ્છતા અને સફાઈ” વિષય પર માર્ગદર્શન આપતા સ્વચ્છ પર્યાવરણ અને વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ નિષ્ણાતોને પ્રશ્નો પૂછી ઉપયોગી માહિતી મેળવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સુરક્ષિત આહાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાઈ હતી. અંતે આયોજકોએ પી.એમ. શ્રી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી, સ્ટાફ અને સંચાલન મંડળ તેમજ કામધેનુ યુનિવર્સિટીના આચાર્યશ્રી અને સમગ્ર ટીમનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!