BANASKANTHAPALANPUR

જનગણના ૨૦૨૭: બનાસકાંઠા જિલ્લામાં ડિજિટલ સ્વ-ગણતરીનો પ્રારંભ, ૩૧ મે સુધી ઓનલાઇન વિગતો નોંધાવવા વહીવટી તંત્રની અપીલ

17 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે ઓનલાઈન સ્વ-ગણતરી ફોર્મ ભર્યું: નાગરિકોને રાષ્ટ્રહિતના કામમાં જોડાવા અનુરોધ કર્યો
આપણી આ સજાગ નૈતિક ફરજ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે:- ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર
વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવા ડિજિટલ વસ્તી ગણતરીમાં સહભાગી બનો: https://se.census.gov.in પર પ્રક્રિયા કરી શકાશે.દેશના સર્વાંગી વિકાસના રોડમેપ સમાન ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત ડિજિટલ વસ્તી ગણતરીની મહાઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો પોતાની વિગતો જાતે જ ઓનલાઇન પોર્ટલ પર અપડેટ કરી શકે તે માટે ‘સ્વ-ગણતરી’ (સેલ્ફ ઇન્યુમરેશન) પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી છે. તારીખ ૧૭ મે થી ૩૧ મે, ૨૦૨૬ સુધીના ૧૫ દિવસના નિયત સમયગાળામાં જિલ્લાના તમામ નાગરિકો આ રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં ડિજિટલ માધ્યમથી સહભાગી થાય તે માટે તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે.સરકારશ્રીની આ આધુનિક અને ડિજિટલ પહેલને પ્રોત્સાહન આપવા માટે પાલનપુર મતવિસ્તારના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે આજે પોતે ઓનલાઈન સ્વ-ગણતરી ફોર્મ ભરીને પ્રેરણાદાયી પહેલ કરી છે. ધારાસભ્યશ્રીએ સત્તાવાર ડિજિટલ પોર્ટલની મુલાકાત લઈ પોતાના મોબાઈલ દ્વારા પરિવારના સભ્યો, મકાન તેમજ રહેઠાણની તમામ આવશ્યક વિગતો નિયત ફોર્મેટ મુજબ ઓનલાઈન સબમિટ કરી હતી. વસ્તી ગણતરીની આખી પ્રક્રિયા પેપરલેસ અને ડિજિટલ થવાના કારણે નાગરિકો માટે હવે પોતાની વિગતો સુરક્ષિત રીતે નોંધાવવી ખૂબ જ આસાન બની ગઈ છે.આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, દેશની પ્રગતિ અને ભવિષ્યના સુદ્રઢ આયોજન માટે વસ્તી ગણતરી એક અનિવાર્ય હિસ્સો છે, અને આજે ડિજિટલ માધ્યમથી મેં પણ આ પ્રક્રિયામાં નોંધ કરાવી છે. ટેક્નોલોજીના કારણે આ કામ ઘણું સરળ, ઝડપી અને સચોટ બન્યું છે.તેમણે બનાસકાંઠાના તમામ પ્રબુદ્ધ નાગરિકોને અપીલ કરતાં ઉમેર્યું કે, દેશના સચોટ અને સર્વાંગી વિકાસની કલ્યાણકારી યોજનાઓના ઘડતરમાં જનતાનો સાચો ડેટા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. જેથી દરેક પરિવારે સમયમર્યાદા ચૂક્યા વિના અધિકૃત પોર્ટલ https://se.census.gov.in પર જઈને પોતાની ઓનલાઈન નોંધણી કરાવી લેવી જોઈએ. આપણી આ નાની અને સજાગ નૈતિક ફરજ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મોટું યોગદાન આપશે.પ્રક્રિયાની સરળતા અંગે માહિતી આપતા ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, નાગરિકો દ્વારા આ પ્રાથમિક ઓનલાઈન કામગીરી પૂર્ણ કરાયા બાદ, રાજ્ય સરકારના નિયુક્ત ગણતરીકારો (એન્યુમરેટર્સ) વિગતોની ખરાઈ કરવા માટે નાગરિકોના ઘરે રૂબરૂ મુલાકાત લેશે. એ સમયે તમામ પરિવારોએ ઓનલાઈન સબમિટ કરેલી વિગતોનું યોગ્ય કન્ફર્મેશન (ચકાસણી) કરાવવાનું રહેશે.

Back to top button
error: Content is protected !!