BANASKANTHAPALANPUR

અસાલડી ખાતે તેરવાડીયા પરિવાર પ્રજાપતિ સમાજ દ્વારા મેલડી માતાજીનો ચંડીયજ્ઞ યોજાયો

2 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

અસાલડીના રહીશ ગોરધનભાઈ છગનભાઈ પ્રજાપતિ (તેરવાડીયા) અલગ અલગ સ્થળે શિક્ષકમાં નોકરી કરી છેલ્લે પાટણ ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલ.નોકરી સાથે સાથે બાળકોને ભણાવવામાં પાછી પાની કરી નથી અને બાળકોએ પણ તન-મન થી ઉચ્ચ અભ્યાસ કરી મોટો પુત્ર પ્રજાપતિ નરેશકુમાર ગોરધનભાઈ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તોલ માપ વિજ્ઞાનની કચેરી પાટણ ખાતે સિનિયર ક્લાર્કમાં નોકરી મેળવતાં તેનો પહેલો પગાર માતાજી કાર્યમાં વાપરમાં નક્કી કર્યું ત્યારે સવંત ૨૦૭૯ ના ચૈત્ર સુદ-૯ ને ગુરૂવાર તા.૩૦ માર્ચ ના (રામનવમી)રોજ સવારે શ્રી મેલડી માતાજીનો ચંડીયજ્ઞનું આયોજન માદરે વતન અસાલડી ખાતે કર્યું હતું.શાસ્ત્રી શ્રી પંડિત અશોકભાઈ જોષી ટોટાણાંવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રજાપતિ રીમાબેન નરેશભાઈ ના યજમાન પદે સવારે ૮ થી બપોરે ૧-૪૫ કલાક સુધી હવન યોજાયો. બપોરે ૧-૪૫ કલાકે હવન કુંડીમાં નાળિયેર હોમી શ્રી મેલડી માતાજીની આરતી ઉતારી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડેલ.આ પ્રસંગે શ્રી બ્રહ્માણી માતાજીના ભુવાજી લક્ષ્મણભાઈ વીરચંદભાઈ પ્રજાપતિ,શ્રી મેલડી માતાજીના ભુવાજી દલપતભાઈ છગનભાઈ પ્રજાપતિ,ભુવાજી વિરચંદભાઈ ઉકાભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ ડી.પ્રજાપતિ સહિત તેરવાડીયા પરિવાર પ્રજાપતિ સમાજની બહેનો,સગા સ્નેહોજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા.દરેક બહેનોને (કુંવાસીઓને) રોકડ રકમ દ્વારા ભેટપૂજા કરી પહેલા પગારનું વાવેતર કર્યું હતું.આ અંગેનટવર .કે .પ્રજાપતિ એ જણાવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!