BANASKANTHAPALANPUR

કાંકરેજ તાલુકાના થરા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થ છ’રીપાલક સંઘયાત્રાનું પ્રયાણ

13 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરાતીર્થથી શિવસુખદાયક ભવ દુઃખ વારક સંસાર સાગર તારક શ્રી શંખેશ્વર મહાતીર્થ છ’રીપાલક સંઘયાત્રા “સૂરિજિન-સંયમ”કૃપા પાત્ર,અધ્યાત્મસમ્રાટ પ.પૂ.આ.ભ.શ્રીમદ્દ વિજય યોગ તિલકસુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામા સરળસ્વભાવી પ.પૂ.મુનિશ્રી ક્ષેમતિલક વિજયજી મ.સા.(સાસરી પુત્ર) શુભ આલંબન થરા નિવાસી જીવીબેન રતિલાલ મુજપુરીયા પરિવાર, કાંતાબેન કિર્તિલાલ રતિલાલ મુજપુરીયા પરિવાર ઝાઝર જ્વેલર્સ અમદાવાદ દ્વારા શુક્રવારના રોજ સવારે થરાથી શંખેશ્વર છ’રીપાલક સંઘયાત્રાનું શરણાઈઓના સુરો વચ્ચે ઢોલ નગારા સાથે આજે પ્રયાણ કર્યું હતું.ત્યારે માર્કેટયાર્ડના નાળા સામે એ.પી.એમ.સી.ના ચેરમેન અણદાભાઈ પટેલ,સેક્રેટરી હસમુખભાઈ ચૌધરી, આસી. સેક્રેટરી સંજયભાઈ ચૌધરી,તાણાના માજી સરપંચ ગીરીશભાઈ પટેલ,નિરંજનભાઈ ઠક્કર,ઉમેશભાઈ પ્રજાપતિએ તથા પાર્શ્વ નગર સોસાયટી ખાતે ફોફાણી સુભદ્રાબેન કીર્તિલાલ અમરતલાલ પરિવાર દ્વારા આચાર્ય ભગવંતો તેમજ મુજપુરીયા પરિવારજનોનું હાર પહેરાવી શ્રીફળ તથા માળા દ્વારા સન્માન કર્યું હતું.સંઘયાત્રા આજે રૂની ગોડીચા પાર્શ્વનાથ જૈન તીર્થ ખાતે રાત્રી રોકાણ કરશે આવતી કાલે સવારે રૂનીથી પ્રયાણ કરશે રૂનીથી ટોટાણા,નાણા, હારીજ, મુજપુર થી તા.૧૫/૦૨/૨૦૨૩ ના રોજ સવારે નીકળી સાંજે શંખેશ્વર તીર્થ ખાતે પ્રવેશ કરશે.તા.૧૬/૦૨/૨૦૨૩ ને ગુરૂવારના રોજ શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં માળા રોપણ તથા અન્યાદીકાર્યક્રમયોજાશેઆ અંગે .નટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું .

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!