લાખણી તાલુકાના મોરાલ ગામે બિરાજમાન સધી માતાજી ના મંદિર ખાતે ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા

નારણ ગોહિલ લાખણી
કહેવાય છે કે ઉત્તર ગુજરાતની ધન્યધારા પર અનેક દેવી દેવતા બિરાજમાન છે જેમાં અરવલ્લી ડુંગર પર માં અંબા નું ધામ અને જિલ્લા ને અડી ને આવેલ રાજસ્થાન પર્વત પર માં ચામુંડા બિરાજમાન છે તેવી જ રીતે બનાસ ની ધારા પર આવેલ લાખણી તાલુકાના મોરાલ ગામે માં સધી માતાજી નું મંદિર આવેલ છે જ્યાં દર રવિવારે ભક્તો પોતાની મનોકામના લઈ દર્શન માટે ઉમટી પડે છે શું છે આ મંદિર નો ઈતિહાસ આવો જાણીએ….
લાખણી તાલુકા ના મોરાલ એક નાનકડા ગામ એવા લાખણી તાલુકાના મોરાલ ગામના છે કે જ્યાં બે વર્ષ અગાઉ આ ગામમાં રહેતા પ્રજાપતિ સમાજ ના લોકોએ એક મંદિર બનાવી સધી માતાજી ના મૂર્તિ ની સ્થાપના કરી હતી જેમાં ગામમાં અને આજુ બાજુ વિસ્તારમાં માતાજીએ ભક્તોને પરચા આપતા અહી ભક્તો દર્શન માટે આવતા ગયા અને છેલ્લા બે વર્ષ થી અહી દર રવિવારે હજારો ની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માં સધી માતાજી ના ચરણો મા શીસ ઝુકાવવા આવે છે આ મોરાલ ગામે બિરાજમાન સધી માતાજી નું આ રજવાડું સધી માતાજી સરકાર મોરાલ ધામ તરીકે ઓળખાય છે જ્યાં પરમ પૂજ્ય ધર્મ રત્ન ગાદી પતિ તરીકે ભુવાજી સી એન પ્રજાપતિ અહી માતાજી ની પૂજા અર્ચના કરે છે અને જે ભક્ત પોતાની મનોકામના લઈ દર્શન માટે આવે તેમને આશીર્વાદ આપે છે એટલુજ નહિ કહેવાય છે કે આ એક નાનકડા ગામમાં રાજેસ્થાન,ગુજરાત,અમદાવાદ, ડીસા,સુરત તેમજ દૂર દૂર થી જે ભક્તો દર્શન માટે આવે છે તેમને નિશુલ્ક રીતે ભોજન પ્રસાદ ની પણ વેવસ્થા કરવામાં આવે છે અને અહી ભક્તો શાંતિ પૂર્ણ રીતે માતાજી ના દર્શન કરી શકે છે મોરાલ ધામ ખાતે બિરાજમાન માં સધી માતાજી ના મંદિર એક નાનકડું મંદિર છે જેમાં ભુવાજી નું કહેવું છે કે આજ થી 400 વર્ષ પહેલાં પાટણ ખાતે સંઘ ની સધી માતાજી તરીકે ઓળખાય છે ત્યાંથી ઉમરી ખાતે પણ આ સધી માતાજી નું મંદિર આવેલ છે અને ત્યાંથી મોરાલ ગામે પણ એજ માતાજી અહી પૂજાય છે અને ભકતો ને દર્શન આપે છે …




