BANASKANTHADEODAR

દિયોદર ભાજપ માં થયુ‌ ભંગાણ ઈતર સમાજ ના અગ્રણી રાજુભાઈ દેસાઈ એ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ખેસ પહેરાવી સન્માન સાથે કર્યું સ્વાગત

દિયોદર ભાજપ માં થયુ‌ ભંગાણ ઈતર સમાજ ના અગ્રણી રાજુભાઈ દેસાઈ એ કોંગ્રેસમાં પ્રવેશ કર્યો: ખેસ પહેરાવી સન્માન સાથે કર્યું સ્વાગત

 

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે દિયોદર તાલુકામાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ઈતર સમાજ ના આગેવાન અને ભાજપના સભ્ય રાજુભાઈ દેસાઈ એ પક્ષ છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. રાજુભાઈએ ડુચકવાડા જિલ્લા પંચાયત બેઠક માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ ભાજપ દ્વારા તેમને ટિકિટ ન અપાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.

 

આ ઘટના બાદ રાજુભાઈ દેસાઈ અને દિલીપભાઈ દેસાઈ એ તેમના સમર્થકો સાથે દિયોદર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ તેમને કોંગ્રેસમાં આવકાર્યા હતા. આ પ્રસંગે દિલીપભાઈ દેસાઈદ્વારા અપક્ષ તરીકે ભરાયેલું ઉમેદવારી પત્ર પણ પાછું ખેંચવામાં આવ્યું હતું.

આ જોડાણ પ્રસંગે દીયોદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉમેદભાઈ પટેલ, પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન નરસિંહભાઈ રબારી, પૂર્વ પ્રમુખ બળવંતજી ઠાકોર, રૂગનાથભાઈ જોશી સુરણા બી.કે. જોશી, મોતીભાઈ દેસાઈ સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રાજુભાઈ દેસાઈ અને તેમના સમર્થકોને કોંગ્રેસમાં આવકાર્યા હતા.

 

કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણીના માહોલ વચ્ચે ભાજપને લાગેલો આ આંચકો મતદાન સમયે પાયાનો પથ્થર સાબિત થશે. આ ઘટનાથી દિયોદર તાલુકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Back to top button
error: Content is protected !!