BANASKANTHADEODAR

દિયોદર ની અંબિકા સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યું…..

દિયોદર ની અંબિકા સોસાયટીમાં યુવકે ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યું…..

પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ

વાવ થરાદ જિલ્લાના દિયોદર શહેરમાં એક યુવાને ઘરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી દેતા ચકચાર મચી જવા પામી છે દિયોદર શહેરમાં અંબિકાનગર સોસાયટીમાં આ ઘટના બની છે શહેરમાં આવેલ અંબિકાનગર સોસાયટીમાં માતા સાથે રહેતા પ્રકાશજી અમરતજી ઠાકોર નામના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે માતા મંજૂરી અર્થ બહાર ગઈ હતી તે સમયે બપોરે કોઈ અગમ્ય કારણોસર યુવાને આત્મ હત્યા કરી હતી ઘરમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું હતું આ બાબતે પરિવારે દિયોદર પોલીસ ને જાણ કરતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક ની લાશ ને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ મોકલી દઈ તપાસ હાથ ધરી છે યુવાને ક્યાં કારણસર ઘરે ગળેફાંસો લગાવી આત્મ હત્યા કરી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી જો કે આ બનાવ ને લઈ ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે

Back to top button
error: Content is protected !!