BANASKANTHA

એન.એસ.એસ.ની ખાસ શિબિર દરમ્યાન પાલડી મુકામે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો

27 ફેબુ્રઆરી જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરના એન.એસ.એસ.ના સ્વયં સેવકોની ખાસ શિબિર પાલડી મુકામે યોજાઈ હતી. જ્યાં આજના આધુનિક સમયમાં તથા વ્યક્તિના જીવન વિકાસમાં માતા-પિતા નો મહત્વનો સહયોગ રહેલ છે એ વાતને ચરિત્રાર્થ કરવા માટે આચાર્યશ્રીની પ્રેરણા તથા માર્ગદર્શન નીચે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. જેમાં પાલડી પ્રા.શાળાના કુલ 35 વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની પૂજા અર્ચના કરી હતી. આ સાથે ગાયત્રી પરિવારે મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ભાવમય ભક્તિમય બનાવી દીધું હતું. ઉપસ્થિત સૌ કોઈ માતૃ-પિતૃ વંદના કાર્યક્રમથી અભિભૂત થયા હતા.

Back to top button
error: Content is protected !!