દેતાલ-ડુવા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો

0
31
વાત્સલ્યમ્ સમાચાર

નારણ ગોહિલ લાખણી

છેલ્લા 6 વર્ષથી દેતાલ-ડુવા પ્રાથમિક શાળામાં શિક્ષકની ફરજ બજાવતાં આચાર્ય શ્રી અજયસિંહ રાઠોડ ની પોતાના વતનમાં બદલી તથા શાળા પરિવાર અને smc દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે દેતાલ ગામના ગ્રામજનો આજુબાજુની શાળામાંથી પધારેલ શિક્ષક શ્રીઓ અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા 6 વર્ષથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત પ્રયત્નશીલ અને દેતાલ શાળાને એક નવી ઉંચાઈ પર લઈ જનાર અજયસિંહ રાઠોડ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા એ બદલ દેતાલ સરપંચ શ્રી ઘુખાજી ઠાકોર CRC ગોવિંદભાઇ ચૌધરી SMC અધક્સ અને યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ બી.કે.ઠાકોર દ્વારા સાલ ઓઢાડી પાઘડી પહેરાવી ને એમનું સન્માન કરવામાં આવ્યું હતું અને એમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો દ્વારા તિથી ભોજનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

5016cba6 5305 48dd 89d4 c3d600a10cb5 e88efb71 5f64 4bca bc5d e068c8e1c6fe

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here