BANASKANTHA
પ્રદેશ કક્ષાએ મણિપુરી નૃત્યમાં પ્રથમ શ્રી.બી.વી.પટેલ વિદ્યામંદિર સોની
તા, 27. દિયોદર
ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૪ તા – ૧૫ થી ૧૭ નવેમ્બર યોજાયેલ હતી. તેમાં શ્રી બી વી પટેલ વિદ્યામંદિર સોની શાળાની વિદ્યાર્થીની કોમલબેન.એસ વજીર મણિપુરી નૃત્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી જીલ્લાનું તેમજ શાળા અને ગામનું નામ રોશન કર્યું છે. શાળાના આચાર્યશ્રી તેમજ શાળા પરિવારે તેને પ્રોત્સાહિત ઈનામ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સ્પર્ધાનું માર્ગદર્શન કરનાર સુપરવાઇજર શ્રી.ડી.ડી.પટેલ દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.