જી.ડી. મોદી વિધાસંકુલ ગ્રંથાલય ખાતે “સાહિત્યિક વારસો: પુસ્તકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી
28 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
“Literary Legacy: Celebrating Republic Day” with Books at G. D. Modi Vidyasankul Central Library
જી.ડી. મોદી વિધાસંકુલ ગ્રંથાલય ખાતે “સાહિત્યિક વારસો: પુસ્તકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી”
તા.૨૬-૦૧-૨૦૨૫ અને તા.૨૭-૦૧-૨૦૨૫ ના રોજ જી.ડી. મોદી વિધાસંકુલ ગ્રંથાલય ખાતે “સાહિત્યિક વારસો: પુસ્તકો સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી” કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં ભારતની સ્વતંત્રતા, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આપણા દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પરનાં પુસ્તકોનું પ્રદર્શન યોજાયું. આપણા દેશની સ્વતંત્રતાની યાત્રાને ઉજાગર કરતા સાહિત્યિક ખજાનાની શોધ અને પ્રશંસા કરવા માટે તમામ ઉંમરના વાચકોએ એક ઉત્તમ તક પ્રાપ્ત કરી.આ પુસ્તક પ્રદર્શન માટે જી. ડી. મોદી વિધાસંકુલના ગ્રંથપાલ ર્ડા. સમીર ચૌધરી, ર્ડા. ભારતી સોલંકી, ર્ડા. વર્ષા ઠાકર,સ્ટાફમિત્રો નૈનેશ ગાંધી, શાંતિભાઇ ચૌહાણએ આયોજન કરેલ. આ માટે કેમ્પસ એકેડેમીક નિયામક ર્ડા. અમીત પરીખ, નાયબ નિયામક શ્રી અપૂર્વ મહેતા તેમજ સંકુલ ના તમામ આચાર્યશ્રી અને વિધાર્થીનો સહકાર રહ્યો હતો. વિધાર્થીઓ ઉપરાંત મહેમાનો એ પણ આનો લાભ લીધો હતો.