BANASKANTHAKANKREJ

ઈન્દ્રમાણા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ યોજાયો

કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણામાં આવેલ પ્રાથમિક શાળામાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૨૪ ની ઉજવણી  તેમજ નવીન બિલ્ડીંગનું ઉદ્ઘાટન કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને,થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ,થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ઈન્દ્રમાણામાં સરપંચ રમેશભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિ માં આજરોજ તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.શાબ્દિક
શબ્દો દ્વારા શાળાના આચાર્ય રમેશભાઈ ત્રિવેદીએમહેમાનોને આવકાર્યા હતા.ત્યારે શાળામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને નવિન પ્રવેશ મેળવનાર ધો.-૧ ના ૪૫ બાળકોને સ્લેટ,કીટ, ચોપડીઓ આપવામાં આવેલ. અધ્યક્ષે નવિન પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ થકી જીવનમાં આગળ વધી પોતાના પરિવાર અને રાષ્ટ્ર માટે કામ કરીને આગળ વધવું જોઈએ અને જીવનને સાર્થક બનાવવાનો અનુરોધ કર્યો હતો.અણદાભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણએ જીવનનો મહત્વનો પાયો છે અને તેના થકી આપણે આપણાં જીવનમાં આપણે સફલતા હાંસલ કરી શકીશું.કાર્યક્રમના અંતે અધ્યક્ષના વરદ હસ્તે રીબીન કાપી નવીન બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સી.આર. સી.કો.ઓ.પ્રહલાદભાઈ અમીરામભાઈ જોષી, જગદીશભાઈ વી.વાળંદ,બલાજી રાઠોડ,આંગણવાડી સુપરવાઈઝર  પાયલબેન રબારી,વિક્રમ ઠાકોર, કાંકરેજ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ત્રિકમજી ઠાકોર,ગોકુભા વાઘેલા સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાર્ગવભાઈ જોષીએ જ્યારે આભાર વિધિ કલ્પેશભાઈ પરમારે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button