BANASKANTHAKANKREJ

થરા વિનયવિદ્યા મંદિરમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલી શ્રી વિનય વિદ્યામંદિરમાં તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવ ૨૦૨૪ ની ઉજવણી શાળા સંચાલકમંડળ ના ઉપપ્રમુખ કરશનભાઈ આર. પટેલના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૨૬/૦૬/૨૦૨૪ ને બુધવારના રોજ યોજાઈ હતો.શાબ્દિક શબ્દો દ્વારા શાળાના સુપરવાઇઝર ઈશ્વરભાઈ પટેલે મહેમાનોને આવકાર્યા હતા.ત્યારે શાળામાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને નવિન પ્રવેશ મેળવનાર ધો.-૯ તથા ૧૧ ના વિદ્યાર્થીઓને પુસ્તકનો સેટ આપવામાં આવેલ. મુખ્ય મહેમાન બ.કાં. જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ ઝેણુભા વાઘેલાએ નવિન પ્રવેશ મેળવતા બાળકોને શિક્ષણ થકી જીવનમાં આગળ વધી પોતાના પરિવાર અને રાષ્ટ્ર માટે કામ કરીને આગળ વધવું જોઈએ અને જીવનને સાર્થક બનાવવાનો અનુરોધ કર્યો હતો. નિરંજનભાઈ એ.ઠક્કરે જણાવ્યું હતું કે શિક્ષણએ જીવનનો મહત્વનો પાયો છે અને તેના થકી આપણે આપણાં જીવનમાં આપણે સફલતા હાંસલ કરી શકીશું. કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિહોરી કાર્યપાલક ઈજનેર એમ.શી.પરમાર, કુંવરાભાઈ ચૌધરી,કાંકરેજ તાલુકા ભાજપ મંત્રી ઉમેશભાઈ વી. પ્રજાપતિ,વિક્રમજી ઠાકોર, આંગણવાડી સુપરવાઈઝર મંજુલાબેન પ્રજાપતિ,સી.આર. સી.સુરેન્દ્રસિંહ ચૌહાણ,સી. આર.સી.નટવરભાઈ કંબોયા, શાળાના આચાર્ય હરેશભાઈ એસ.ચૌધરી ખસા,નટવરલાલ શેખલિયા,નાથાભાઈ પટેલ, નરેશભાઈ પટેલ,ગૃહપતિ વેલાભાઈ ચૌધરી સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા
હતા. અલ્પાહાર લઈ સૌ છૂટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ લિંબાચીયાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button