BANASKANTHADANTA

દાંતા તાલુકાના ગોધણી ગામે લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાયો

ચોમાસામાં ખૂબ અગવડ પડતી હતી હવે મારુ પાકું અને નવું ઘર બન્યું છે: લાભાર્થી મુકેશજી ગમાજી મકવાણા

***

મેરી કહાની, મેરી જુબાની થીમ હેઠળ લાભાર્થીઓએ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા માટે જાગૃત કર્યા

—–

(માહિતી બ્યુરો,પાલનપુર)

આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા  ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે.

આજે દાંતા તાલુકાના ગોધણી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. તેમજ વંચિત લાભાર્થીઓને લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી મુકેશજી ગમાજી મકવાણાએ જણાવ્યું કે, હું પહેલાં જુના કાચા અને નળિયા વાળા ઘરમાં રહેતો હતો. ચોમાસામાં અને શિયાળા માં ખૂબ અગવડ પડતી હતી. મેં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યું અને મને તેનો લાભ મળતાં મકાન બાંધકામ માટે 1,20,000 રૂપિયા અને નરેગાના 18,500 રૂપિયાની સહાય મળી છે. હવે હું મારા પરિવાર સાથે નવા પાકા ઘરમાં સુખશાંતિથી રહું છું. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત ‘ મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ સરકારની વિવિધ યોજનાઓ નો લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાની સફળવાર્તાઓ રજૂ કરી ગ્રામજનોને સરકારની યોજનાનો લાભ લેવા માટે જાગૃત કર્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!