BANASKANTHAPALANPUR

પાલનપુર સુરમંદિર થિયેટરમાં ફુલે ફિલ્મ નિહાળવામાં પ્રજાજનોનો સારો પ્રતિસાદ

30 એપ્રિલ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર સુરમંદિર થિયેટરમાં ફુલે ફિલ્મ નિહાળવામાં પ્રજાજનોનો સારો પ્રતિસાદ સુરમંદિર થિયેટર પાલનપુરમાં તારીખ 25/4/2025 ના રોજ રિલીઝ થયેલ ફૂલે ફિલ્મ જોવા માટે ધણા એસસી/એસટી /ઓબીસી સમાજના ફેમિલી સાથે ધણા કુટુંબો આવ્યા,ખરેખર જ્યોતિ રાવ ફુલે અને સાવિત્રીબાઈ ફૂલે વિશે આ ફિલ્મ જોયા પછી સામાજિક ક્રાંતિમાં એટલે કે વિધવા પુનઃ લગ્ન અને સ્ત્રી શિક્ષણમાં બંને પતિ-પત્નીનો ખૂબ જ મહત્વનો ફાળો છે આજે થિયેટરમાં સ્ત્રીઓની સંખ્યા ખૂબ જ વધારે હતી,સમાજના ભણેલા-ગણેલા લોકોએ અને ખાસ શિક્ષક ભાઈ બહેનોએ ફૂલે ફિલ્મ જોવું જરૂરી છે,જેથી ભૂતકાળની સામાજીક ક્રાંતિ વિશે સમજૂતી મળે અને હવે પછીના દિવસોમાં સામાજિક ઉત્ક્રાંતિ કેવી રીતે સ્ત્રીઓ દ્વારા લાવી શકાય તે આ ફિલ્મનો મુખ્ય હાર્દ છે, ખરેખર નોંધવા જેવી એ બાબત છે કે પ્રસાર-પ્રચાર માધ્યમમાં આ ફિલ્મની નોંધ લેવામાં આવેલ નથી પરંતુ આ ફિલ્મનો વૉટ્સએપના માધ્યમથી ખૂબ જ પ્રચાર-પ્રસાર થવાથી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી આ ફિલ્મ હાઉસફુલ ચાલી રહ્યું છે દરેક એસસી/એસટી/ઓબીસી સમાજના કુટુંબો આ ફિલ્મ અવશ્ય જોવે એવી બધાને હાર્દિક મંગલ કામનાઓ સાથે બાબુભાઈ પી સોલંકી નિવૃત શિક્ષકના જય ફૂલે જય ભીમ.

Back to top button
error: Content is protected !!