BANASKANTHAPALANPUR

દીકરીને સલામ દેશને નામ અંતર્ગત શ્રી ગવરા પ્રાથમિક શાળામાં 74 મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી

30 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડુંગરાળ વિસ્તારમાં આવેલી અમીરગઢ તાલુકાની ગવરા પ્રાથમિક શાળામાં 74 મા ગણતંત્ર દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ગવરા ગામની ખરાડી પરિવારની દીકરી જુમીબેન દેવાભાઈ ના વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ પ્રસંગે એસ.એમ.સી.ના અધ્યક્ષ અને સભ્ય સહિત ગ્રામજનોએ રાષ્ટ્ર પર્વમાં કડ કડતી ઠંડીની પરવા કર્યા વગર બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનોની હાજરી વિશેષ જોવા મળી હતી.શાળાના બાળકોએ 13 સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. જેમાં સ્વાગત ગીત,ગરબા, દેશભક્તિ ગીતોના ડાન્સ , યોગ અને પિરામિડ ,અભિનય ગીત રજૂ કર્યા હતા. બધા જ ગ્રામજનો કાર્યક્રમો નિહાળી મંત્રમુગ્ધ બની ગયા હતા. ગવરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ખૂબ જ ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી ઉપ શિક્ષક શ્રી કમાભાઈ પી. ચૌહાણને આ વર્ષે અમીરગઢ તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થવા બદલ વાલીઓએ તેમજ શાળા પરિવારે તેમની કામગીરી બિરદાવી તેમનું સન્માન કર્યું હતું.આ વર્ષે મળેલ તિથિ ભોજનના દાતાઓનો શાલ ઓઢાડી સન્માન કરી શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન કર્તવ્ય નિષ્ઠ ઉપ શિક્ષક શ્રી નિલેશભાઈ પટેલે કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ઉત્સાહી આચાર્ય બેન શ્રી સેજલબેન અને ઉત્સાહી શિક્ષકો એ જહેમત ઉપાડી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!