BANASKANTHAPALANPUR

નવાબ સાહેબ શ્રી તાલે મહંમદખાન સિલ્વર જયુબિલી જાગીરદાર ટ્રસ્ટ વિદ્યાસંકુલ ખાતે વાલી મીટીંગ યોજાઇ

4 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ધોરણ 1 થી 12 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વાલીઓની શનિવારે મીટીંગ નું આયોજન કરાયું હતું.જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહીને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના શિક્ષકો,આચાર્ય અને ટ્રસ્ટી મંડળ સાથે ચર્ચા વિચારણા કરીહતી.. આ મીટીંગનો આશય બાળકોમાં પડેલી શક્તિઓનો વિકાસ થાય તથા બાળક સંસ્કારી અને શિસ્તમય જીવન જીવતા શીખે અને મૂલ્ય શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ હતો. શાળાના આચાર્યા ડૉ. નસીમબેન પઠાણે વાલીઓને જણાવ્યું કે તમારા બાળકના ઉજ્વળ ભવિષ્ય માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. શાળાના આ કેમ્પસને વધુ સારું બનાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.આ ઉપરાંત સંસ્થાના પ્રમુખ એ.જે.સૈયદે પણ જણાવ્યું હતું કે શાળા તમામ વાલીઓના સુચનોને આવકારે છે,તેમજ ભવિષ્યમાં શાળા વધુ સારું પરિણામ લાવે તે માટે આપનો આ જ પ્રકારનો સાથ સહકાર ઈચ્છે છે.તો વાલીઓએ પણ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે,શાળાની ફિસ કોઈપણ મધ્યમવર્ગીય પરિવારને પરવડે તેવી છે,છતાં ઉચ્ચ ગુણવતાયુકત શિક્ષણ બાળકોને અપાય છે.

Back to top button
error: Content is protected !!