ટોકરીયા શાળા પંચાયત દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

30 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ટોકરીયા શાળા પંચાયત દ્વારા ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. પાલનપુર તાલુકાની ટોકરીયા પ્રાથમિક શાળામાં આજરોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી શાળા પંચાયતના બાળકો દ્વારા ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્યશ્રી શ્રી બ્રિજેશભાઈ પરમાર દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉજવણીના કાર્યક્રમનું તમામ આયોજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશે માહિતી રજૂ કરવામાં આવી હતી બાળકોએ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ કર્યું હતું. શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી ગુરુ દક્ષિણા રૂપ પેન ભેટ આપી હતી અને તમામ શિક્ષકોનું બાળકોએ મોં મીઠું કરાવ્યું હતું. બાળકોએ ટૂંકા ગાળામાં સરસ મજાનું આયોજન કર્યું હતું. શાળાના શિક્ષકો શ્રી રામજીભાઈ રોટાતર, મુસ્તાકભાઈ બાદરપુરા, અરવિંદભાઈ ચાવડા અને અન્ય શિક્ષકો દ્વારા ગુરુપૂર્ણિમાનું મહત્વ બાળકોને સમજાવવામાં આવ્યું હતું. શાળાના તમામ શિક્ષક ભાઈ બહેનોએ આવું સુંદર આયોજન કરવા બદલ શાળા પંચાયતના પ્રમુખ ઉર્વી પ્રજાપતિ,ઉપપ્રમુખ ધ્રૂમિત જાડેજા અને મંત્રી, તેમજ સહમંત્રી નો આભાર વ્યક્ત કર્યો હતો.







