BANASKANTHALAKHANI
બનાસકાંઠા મા ખેડુત આગેવાન ની વહેલી સવારે આગથળા પોલીસે કરી અટકાયત
નારણ ગોહિલ લાખણી
આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જ્યારે કુભારખા માં એક તળાવ ની મુલાકાતે આવવાના હોય એવામાં ખેડૂતો માટે સતત વર્ષોથી અલગ અલગ મુદ્દે લડત લડી રહ્યા હોય એવા માં આજે મુખ્યમંત્રી ના આગમન પહેલાં આગથળા પોલીસ દ્વારા બનાસકાંઠા ના ખેડુત આગેવાન દોલાભાઈ ખાગડા ની એમના ફાર્મ હાઉસ પર થી અટકાયત કરવામાં આવી હતી
વધુ માં દોલાભાઈ ખાગડા એ જણાવ્યું હતું કે ખેડૂતો સાથે વર્તમાન સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે ઉધોગપતિઓ નાં લાખો કરોડો રૂપિયા માફ થતા હોય તો ખેડૂતો ના દેવા માફ થવા જોઈએ એ હેતુથી દેશમાં છેલ્લા બે વર્ષથી કર્જ મુક્ત ભારત અભિયાન ચલાવી રહ્યા છીએ તો અમારી સત્વરે યોગ્ય માંગણી સરકારે સ્વીકારવી પડશે નહિતર ટુંકસમયમાં રણનિતી મુજબ આગામી કાર્યક્રમ થશે