ધુમ્રપાન એકને મજા, અનેકને સજા” વ્યસન મુક્તિ વકૃત્વ સ્પર્ધા નું આયોજન

24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરના એન.એન.એસ વિભાગ અને ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ બોર્ડ તથા અર્બન હેલ્થ સેન્ટર-1 બનાસકાંઠાના દ્વારા વ્યસન મુક્તિ અને અને તમાકુથી થતું નુકસાન અને તે જીવનમાં કેમ ન કરવું જોઈએ તથા તેને છોડવા માટેના ઉપાયો વિષે સેમીનારનું આયોજન કરવાના આવ્યું હતું જેમાં ડૉ. આશિષ પટેલ તથા ડૉ.કમરઅલી સાહેબે તેના પર માર્ગદર્શન આપી વિધાર્થીઓને રસપદ અને જીવનમાં ઉપયોગી માહિતી આપી હતી. જેમાં કોલેજના 85 વિધાર્થીઓ હાજર રહ્યા હતા. તથા તમાકુ થી થયું નુકશાન વિષય પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિધાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ તમામ આયોજન કૉલેજના પ્રિ.ડૉ.એસ.જી. ચૌહાણ સાહેબના માર્ગદર્શક હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિજય પ્રજાપતિ એ કર્યું હતું.
				


