BANASKANTHADHANERA

ધાનેરા શહેર તેમજ ગ્રામિણ વિસ્તારમાં બાળકોમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.

ધાનેરા શહેર તેમજ ગ્રામિણ વિસ્તારમાં બાળકોમાં ઓરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. બાળકોને ઓરીના રોગથી પીડાતા જોઈ આરોગ્ય વિભાગ દ્વારા ઓરીના રોગને ડામવા માટે તૈયારી હાથ ધરાઇ છે. છેલ્લા કેટલાક સમયથી ધાનેરા શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં બાળકોમાં ઓરીના રોગમાં વધારો જોવા મળી રહ્યો છે. ધાનેરાની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં પણ ઓરીના રોગના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા પણ ઓરીના રોગને ડામવા માટેની તૈયારીઓ કરાઈ છે. ધાનેરા ખાનગી હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર બી.જી.મોર, ડો.દેવાભાઇપટેલતથા ડૉ.લક્ષ્મણભાઇ પટેલએ પણ લોકોને ઓરીના રોગથી માહિતગાર કર્યા હતા તેમજ ઓરીના રોગ સામે કઈ રીતે લડવું તે માટે સૂચન પણ કર્યું હતું. આ અંગે ધાનેરા મેડિકલ ઓફિસર ડો.કૃપાબેનએ જણાવ્યું હતું કે, ‘ધાનેરામાં આજસુધીના 17 કેસ આવેલ છે. જ્યારે ગામડાઓમાં એક-બે કેસ આવે છે. સરવેની તથા સારવારની કામગીરી શરૂ કરેલ છે. બાળકોને વિટામિનએ પીવડાવવાની તેમજ અન્ય બાળકોને ચેપી રોગથી દૂર રાખવા લોકોને સૂચન કરવામાં આવી રહ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!