BANASKANTHALAKHANI

લાખણી પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી તૈયાર થયેલ બાજરીના પાકને નુકશાન.


વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ અને ભારે પવન ને કારણે ખેતી પાક માં ભારે નુકશાન થવા પામેલ છે. ઉનાળુ બાજરીના વાવેતર કરનારા ખેડૂતોને તૈયાર પાક ગુમાવવાનો વારો આવ્યો છે.ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બનાસકાંઠાના લાખણી, થરાદ,દિયોદર અને ધાનેરા તાલુકા માં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો.બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગે બાજરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પશુઓને ઘાસચારો પણ વરસાદથી સડી જતો હોય છે મોંઘા ભાવના બિયારણો લાવીને વાવેતર કરતા હોય છે ખેડુતો ત્યારે ખેડૂતો ને આજે મહદઅંશે નુકસાન વેઠવાની નોબત આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!