જગાણા બનાસબેન્કના કર્મચારી વયનિવૃત થતાં વિદાય સન્માન સમારોહ યોજાયો

2 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ખાતે છેલ્લા ઘણા સમયથી બીડીસી બેંકના કર્મચારી ધુલસિહ કલ્યાણસિંહ ઝાલા ગામ વિરસોડા તાલુકો બહુચરાજી ના રહેવાસી બનાસબેકમાં કર્મચારી તરીકે અનેક ગામડાઓમાં ૩૫ વર્ષ સુધી નિષ્ઠાથી નોકરી કરી હતી વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સન્માન સમારોહનું આયોજન મેનેજરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું સ્ટાફ મિત્રોએ પુષ્પવર્ષા કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પોતાની લાંબી અને નિષ્ઠાપૂર્વકની સેવા દરમિયાન જવાબદારી પ્રમાણિકતા અને કાર્યકુશળતાથી અનેક મહત્વપૂર્ણ કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી તેમની સેવાઓ અને યોગદાનને યાદ કરીને ઉપસ્થિત સ્ટાફ મિત્રોએ તેમના કાર્યકાળને બિરદાવ્યો હતો આ પ્રસંગે કર્મચારીઓ તેમજ ગ્રામજનો શ્રી ઝાલાને શ્રીફળ, સાકર, મોમેન્ટો, પુષ્પગુચ્છ, અને શાલ અર્પણ કરીને સન્માનિત કર્યા હતા તેમનું નિવૃત્ત જીવન માટે સુખ,સમૃધ્ધિ,આરોગ્ય અને દીર્ઘા યુષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી પોતાના પ્રતિભાવમાં શ્રી ઝાલાએ સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતું કે ફરજ દરમિયાન કોઈ સહકર્મી કે સ્ટાફમિત્રને અજાણતા દુઃખ પહોંચ્યુ હોય તો તેને મિત્ર ભાવથી માફ કરવા વિનંતી છે તેમને પોતાના સમગ્ર સેવા કાર્યકાળ દરમિયાન મળેલા સહકાર માટે અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના અંતે સૌએ નાસ્તાનો લાભ લઇ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો ભવ્ય વિદાય સન્માન સમારોહ બેન્કના મકાનમાં યોજાયો હતો. આ પ્રસંગે બનાસબેંકના મેનેજર સુરેશભાઈ કુણિયા, હીનાબેન એ.ચૌધરી ક્લાર્ક, ગુરુ મહારાજના પૂજારી ચંદનગીરી ગોસ્વામી, રતીભાઇ લોહ,ચૌધરી ગણેશભાઈ,ઉજમભાઇ જરમોલ ,દિલીપભાઈ કરેણ,ગિરિશભાઇ જુડાલ વગેરે હાજર રહ્યા હતા.






