લાખણી સી.આર.સી.ને એન્વાયરમેન્ટ કન્ઝરવેશન એવોર્ડ – 2025 એનાયત થયો
તા.25 મી મે ના રોજ Early Bird IAS & Gyanlive દ્વારા આયોજિત ગાંધીનગર ના આગના બેન્કવિટ હોલ કેશવમ્ સ્ક્વેર, રાંદેસણ ખાતે એન્વાયરમેન્ટ કન્ઝરવેશન એવોર્ડ કાર્યક્રમ ગજેન્દ્રભાઈ જોશીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમ માં સમગ્ર ભારત ના જુદા જુદા રાજ્ય માંથી 35 શિક્ષકો અને ગુજરાત ના 50 શિક્ષકો ને “એન્વાયરમેન્ટ કન્ઝરવેશન” એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં પુલકિતભાઈ જોશી(મદદનીશ સચિવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ),કનુભાઈ પ્રજાપતિ,મનુભાઈ ચોક્સી,ચેતનભાઈ,રજનીભાઇ,નસીમબાનું ,રસિકભાઈ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
ત્યારે અત્રે લાખણી તાલુકામાં સી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતા અને મૂળ મોરાલ અનુપમ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂકેલ સુખદેવરામ ઈશ્વરલાલ જોષી એ પર્યાવરણ સંરક્ષક માટે 170 શિક્ષકોને કે જેઓએ પર્યાવરણ ક્ષેત્રે કરેલ કામ ને ધ્યાને રખાવીને પર્યાવરણ સંરક્ષક એવોર્ડ માટે રજિસ્ટ્રેશન કરાવેલ અને એવોર્ડ અપાવેલ. સુખદેવરામ જોષી એ જિલ્લા સંયોજક તરીકેની કામગીરી ખૂબ સુંદર રીતે નિભાવેલ ત્યારે તેમની કામગીરીને ધ્યાન માં લેતા આજરોજ સુખદેવરામ ઈશ્વરલાલ જોષી ને પુલકિતભાઈ જોશી(મદદનીશ સચિવ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડ) ના વરદ હસ્તે શિલ્ડ,પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.આ સન્માન થી સુખદેવરામ જોષી એ પોતાના સમાજ,ગામ,તાલુકા અને જિલ્લા માં નામ રોશન કર્યું.