BANASKANTHAPALANPUR

પાલનપુર અમાવસ અધિકમાસ સિદ્ધિ યુગના છેલ્લા દિવસે બહેનોએ પૂજા ગરબા ની રમઝટ જમાવી

16 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં અમાસ અધિકમાસ.સવૉથૅ સિદ્ધયોગ અને અમૃત સિદ્ધિનો યોગ એક જ દિવસે ત્રણ વર્ષે યોગ બનતા આ દિવસે દાન પૂજા પાઠ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું ગણાય છે જેને લઈને આજ મહિનાની છેલ્લા દિવસે ભાવિકો એક દિવસનું ઉપવાસ રાખી છેલ્લા દિવસે શહેરના વિવિધ મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા જેમાં પાલનપુરના નીલકંઠ મહાદેવ મંદિરમાં વિવિધ મંડળની બહેનોએ પૂજન કરી ગરબાની રમઝટ જમાવી હતી
હિન્દુ ધર્મ પ્રમાણે અમાસના છેલ્લા દિવસે ત્રણ વર્ષ પહેલી વખતે અમૃત સિદ્ધિઓ આ સોમવારે અધિક માસમાં બનતો હોવાના કારણે આ પવિત્ર દિવસે જેમાં ખાસ કરીને બહેનો નદીએ સ્નાન કરવાનું તેમ જપ.તપ.દાન પૂજાનું એટલું જ મહત્વ છે જેનાથી શિવજીની કૃપા રહે છે કહેવાય છે આ વખત સોમવારનું અમાવસ ત્રણ વર્ષે પહેલી વખતે અમાસ શરૂઆત સિધ્ધિ યોગ અને અમૃત સિદ્ધિનો યોગ શાસ્ત્રો પ્રમાણે બને છે જેને લઈને પાલનપુર વિવિધ ભક્તિ મંડળ ની બહેનોએ એક દિવસ ઉપવાસ રાખવી પીપળે ઝાડે કાળા તલ સાથે પાણી ચડાવી મંત્ર સાથે પૂજા પાઠ કરીહતી શહેરના નીલકંઠ મહાદેવ મંદિરમાં હોલમાં બહેનોએ પૂજાને ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું સામુહિક પૂજાપાઠ કરી આનંદ ગરબાના રમઝટ બોલાવી હતી આ તમામ આયોજન આશાબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!