એકાદશી નિમિત્તે બહુવિધ સેવા જીવદયા ફાઉન્ડેશન ગ્રુપ દ્વારા

26 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
એકાદશી પાલનપુર – ગણેશપુરા, ઝુંપડપટ્ટી વિસ્તાર, ધારમાતા જંગલ એકાદશીના પાવન દિવસે *જીવદયા ફાઉન્ડેશન ગ્રુપ* દ્વારા અલગ-અલગ 4 સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી.આંગણવાડી સેવા ગણેશપુરા ગણેશપુરા વિસ્તારની આંગણવાડીમાં નાના બાળકોને વસ્ત્ર (લેંગીસ) અને નાસ્તો આપવામાં આવ્યો. બાળકોના ચહેરા પર અઢળક સ્માઈલ અને અનહદ ખુશીજોવા મળી. ભૂલકાઓ આનંદિત થઈ ગયા. અને વસ્ત્રદાન સેવા – ઝુંપડપટ્ટી વિસ્તાર પાલનપુરની ઝુંપડપટ્ટીમાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રદાન કરવામાં આવ્યું. શીતળ વસ્ત્ર પામીને સૌએ દિલથી આશીર્વાદ આપ્યા. વાનર સેવા – ધારમાતા જંગલ બાલારામ નજીક ધારમાતા જંગલ વિસ્તારમાં રહેતા વાનરો માટે કેળા જેવા ફળ-આહાર લઈ જઈ ભોજન કરાવવામાં આવ્યું. પ્રાણીમાત્ર પ્રત્યે કરુણા અને જીવદયાનો અમૂલ્ય સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો.ગૌમાતા સેવાગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા કરીને સેવા અર્પણ કરવામાં આવી સેવામાં સહભાગી મિત્રો ઠાકોરદાસ ખત્રી (જીવદયા ફાઉન્ડેશન), રાજાભાઈ ખત્રી, દિનેશભાઈ શર્મા સાહેબ, ઘનશ્યામભાઈ ખત્રી, સોનુભાઈ રેડિયમ, પિન્કીબેન પરીખ, ચેતનાબેન અને અન્ય સેવાભાવી મિત્રો. અને
ગણેશપુરા આંગણવાડીની બહેનો અને સ્ટાફગણ તરફથી ઠાકોરદાસ ખત્રીએ આભાર વ્યક્ત કર્યો.એકાદશીનો ઉપવાસ નહીં, સેવાનો ઉપવાસ. જીવદયા એ જ સાચો ધર્મ 






