ભૂતેડી પ્રા. શાળા ખાતે સાયન્સ અને કોપ્યુટર લેબ દાતાઓ દ્વારા ખુલ્લું મુકાયું
10 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ભૂતેડી પ્રા. શાળા ખાતે સાયન્સ અને કોપ્યુટર લેબ દાતાઓ દ્વારા ખુલ્લું મુકાયું. આજરોજ પાલનપુર તાલુકાની ભુતેડી પગાર કેન્દ્ર શાળામાં જૈન શ્રેષ્ઠિઓ અને ગામ લોકોના સહયોગથી બનેલ કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબનું ઉદઘાટન અને સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો ભૂતેડી પગાર કેન્દ્ર શાળા સોપાન થી ધોરણ આઠ મા 400 જેટલાં બાળકો અભ્યાસ કરે છે આ બાળકો આજના આધુનિક યુગમાં શિક્ષણ ની સાથે સાથે ટેક્નોલોજી સાથે નું શિક્ષણ મેળવે તેમાટે શાળા પરિવાર દ્વારા કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ગામના મુખ્ય દાતા લક્ષ્મીચંદ પૂનમ ચંદ શાહ પરિવાર અને પરીખ ફાઉન્ડેશન મુંબઈ તેમજ લીલા બેન ચંદુ લાલ છગન લાલ શાહ પરિવાર ગામના જૈન શ્રેષ્ટિ ઓ અને ગ્રામ જનો ના સહયોગ થી અત્યંત આધુનિક સુવિધા વાળી સાયન્સ અને કોપ્યુટર લેબ તૈયાર કરવામાં આવી હતી જેનું આજે મુખ્ય દાતા ના પરિવાર તરુણ ભાઈ અતુલ ભાઈ શાહ અને પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર ના હસ્તે રીબીન કાપી ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ ઉદઘાટન સમારોહ મા મુખ્ય દાતા પરિવાર શ્રી પ. પૂ. આ. શ્રી જિનેશરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર,જૈન પરિવારના સભ્યો,ગ્રામજનો શાળાના શિક્ષકો, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબમાં ઉદાર હાથે સહયોગ કરનાર તમામ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મહારાજ સાહેબ દ્વારા સનાતન સંસ્કૃતિ અને સંસ્કાર સિંચન વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું.