BANASKANTHAPALANPUR

વાવ – થરાદ પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને થરાદના લુણાવા ખાતેથી પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ કરાયો

15 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

૧૨ વર્ષ-વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
વાવ – થરાદ જિલ્લાને પાણીદાર વિસ્તાર બનાવવાનું કામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે:- મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ મંત્રીશ્રી અને મહાનુભાવો આજે ભારતમાલા, પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળના વિકાસ કાર્યોની મુલાકાત કરશે.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે “૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના” અભિયાન અંતર્ગત વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૮ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં થરાદ તાલુકાના લુણાવા ખાતેથી “પ્રગતિપથ યાત્રા”નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન જિલ્લાના વિવિધ વિકાસકાર્યો, જાહેર સુવિધાઓ અને માળખાગત પ્રોજેક્ટોની મુલાકાત કરશે. આ પ્રગતિપથ યાત્રા અંતર્ગત મંત્રીશ્રી અને મહાનુભાવો મલુપુર સ્થિત ભારતમાલા માર્ગ, થરાદ સ્થિત સિવિલ હોસ્પિટલ અને આઇકોનિક રોડ, વાવ સ્થિત પાવરગ્રિડ પ્લાન્ટ તેમજ નડાબેટ પ્રવાસન સ્થળની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન વિવિધ સ્થળોએ ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ, માળખાગત વિકાસ અને જનહિતલક્ષી કામગીરીઓની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને જિલ્લામાં થયેલા વિકાસ કાર્યોની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે સર્વાંગી વિકાસની નવી દિશા પ્રાપ્ત કરી છે. પાણી, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વ્યવસ્થા અને ગરીબ કલ્યાણ જેવા ક્ષેત્રોમાં ઐતિહાસિક કામગીરી થઈ છે. આ વિસ્તારના વિકાસ માટે વર્ષ ૨૦૨૧ દરમિયાન પાણી અને સિંચાઈ ક્ષેત્ર માટે અંદાજે રૂ. ૨૫ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી હતી, જેના પરિણામે તળાવો ભરવા, પાઈપલાઈન નેટવર્ક વિસ્તૃત કરવા અને ખેડૂતોને પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાના કાર્યોને વેગ મળ્યો છે.મંત્રીશ્રીએ જણાવ્યું કે, વાવ – થરાદ જેવા પાણીની સમસ્યાથી પીડાતા વિસ્તારોને પાણીદાર બનાવવાનું કાર્ય વડાપ્રધાનશ્રીના દ્રઢ સંકલ્પથી આજે શક્ય બન્યું છે. આજે ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહ્યું છે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે પારદર્શક અને અસરકારક અમલીકરણ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, મહિલાઓના સશક્તિકરણ, યુવાનોને રોજગારીની તકો, ગરીબોને આવાસ, નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી અનેક પહેલોથી સમાજના દરેક વર્ગના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત-૨૦૪૭નું વિઝન માત્ર આર્થિક પ્રગતિ પૂરતું મર્યાદિત નથી, પરંતુ આત્મનિર્ભર, સમૃદ્ધ, સુરક્ષિત અને સર્વસમાવેશી ભારતના નિર્માણ સાથે જોડાયેલું છે. દેશની સુરક્ષા મજબૂત કરવા, વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા વધારવા અને સામાન્ય નાગરિકના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કેન્દ્ર સરકાર સતત કાર્યરત હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રગતિપથ યાત્રાની સાથે થરાદ સ્થિત ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની છેલ્લા ૧૨ વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રણ દિવસીય પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનીમાં વિવિધ વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને દેશના સર્વાંગી વિકાસને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શન ગોઠવવામાં આવ્યા છે. નાગરિકો પ્રદર્શનીની મુલાકાત લઈને સરકારની વિકાસયાત્રા અને જનહિતલક્ષી કામગીરીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી શકશે.આ તકે રાજ્યસભાના સાંસદશ્રી બાબુભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રત્નીબેન પરમાર, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા અગ્રણીશ્રી નરેશજી ઠાકોર, શ્રી કરશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!