જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટસ પાલનપુરમાં સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરાઈ

31 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના આદેશ અનુસાર જી.ડી મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરના સંસ્કૃત વિભાગ દ્વારા ચાલતા પ્રહલાદન સંસ્કૃત સાહિત્ય વર્તુળ અંતર્ગત પ્રિ.ડૉ .સુરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી . જેમાં 25/8/26ના દિવસે સવારે 9.30 થી 12.30 દરમિયાન સંસ્કૃત ગૌરવ યાત્રા ટેબ્લો સહિત કાઢવામાં આવી જેનું સ્ટાર્ટઅપ પ્રિ ડૉ.સુરેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા વેદ મંત્રોના ગાન અને સંસ્કૃત ભાષાના પ્રચારના સ્લોગનો સાથે સમગ્ર પાલનપુર શહેરના વિવિધ માર્ગો ઉપર રેલી ફરીને વિદ્યામંદિર ખાતે સમાપન કરી હતી,જેમાં 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પાલનપુર શહેરની અન્ય શાળા, કોલેજોના ટેબ્લોમાંથી આપણી કોલેજના ટેબ્લોનો પ્રથમ નંબર પણ આવ્યો હતો.તા.27/8/26 સવારે 9.30 થી 10.30 કલાકે રૂમ.નં-22 માં સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ગેસ્ટ લેક્ચરનું આયોજન કરાયું હતું જેમાં વક્તાપદે ડો. ગિરીશભાઈ ઠાકરે ઉપસ્થિત રહી સંસ્કૃત ભાષાના મહત્વ વિશે ભાષામાં સમજાવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા પણ સંસ્કૃત ગીત, સ્વ-પરિચય, સંસ્કૃત સ્તોત્ર વગેરે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પ્રિ.ડો.સુરેશભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો લાભ ૭૧ જેટલા વિદ્યાર્થીઓએ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ પણ એનાયત કરાયા હતા.તા.29/8/26 ના રોજ સવારે 8:30 થી 10:30 દરમ્યાન કોલેજના ગ્રંથાલય ખાતે સંસ્કૃત ગ્રંથો, સંસ્કૃતના વિવિધ ચાર્ટ વગેરેની પ્રદર્શની ગોઠવવામાં આવી હતી, જેનું ઉદ્ઘાટન પ્રિ.સુરેશભાઈ પટેલ અને સંસ્કૃત ભારતીના જિલ્લા સંયોજક હિમાંશુભાઈ તેમજ વિભાગ સંયોજક નિકેશભાઈના હસ્તે કરવામાં આવ્યું. શહેરની વિવિધ સ્કૂલ,કોલેજો અને જી.ડી મોદી વિદ્યાસંકુલની અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ, અધ્યાપકોએ આ પ્રદર્શની નિહાળવાનો લાભ લીધો હતો. પ્રિ.ડો.સુરેશભાઈ પટેલ દ્વારા પ્રદર્શની સંદર્ભે વિદ્યાર્થીઓને પ્રસંગોચિત સ્પીચ આપવામાં આવી હતી.આ પ્રદર્શની બે ત્રણ દિવસ ખુલ્લી મુકાઈ હતી. અંતે, આ પ્રદર્શનીનું સમાપન પણ કરવામાં આવ્યું હતું .બધી જ ભાષાઓની જનની, એવી દેવભાષા સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય એવા શુભાશયથી પ્રતિવર્ષ સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણીમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન સંસ્કૃત વિભાગના ડૉ. રાધાબેન, ડૉ.સુરેખાબેન, ડૉ. જાનકીબેન દ્વારા કરવામાં આવે છે.








