BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
અંકલેશ્વરમાં જાહેરમાં કેક કાપી બેર્થડે ઉજવ્યો:પોલીસે ગડખોલ ગામના યુવકની ધરપકડ કરી


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં એક યુવાને સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચમાં તલવાર વડે કેક કાપીને વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં યુવાનની ધરપકડ કરી છે.
શહેરની બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની મીઠા ફેક્ટરી પાસે આવેલ રાધે કૃષ્ણા રેસિડેન્સીમાં રહેતા મણકુમાર સિંહની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી તલવાર પણ જપ્ત કરી છે અને તેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અનેક લોકો જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવારથી કેક કાપીને રોફ જમાવતા હોય છે. આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમ છતાં આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.



