BANASKANTHADEODAR

દિયોદર પ્રગતિનગર સોસાયટી મધ્યે શ્રી આદિનાથ જીનાલયની ૧૪ મી સાલગીરી મહોત્સવ ભવ્યરીતે ઉજવાયો.

દિયોદર પ્રગતિનગર સોસાયટી મધ્યે શ્રી આદિનાથ જીનાલયની ૧૪ મી સાલગીરી મહોત્સવ ભવ્યરીતે ઉજવાયો.

બનાસકાંઠા જીલ્લાના દીઓદર નગરેે આવેલ શ્રી પ્રગતિનગર સોસાયટી મધ્યે શ્રી પ્રગતિનગર જૈન ટ્રસ્ટ મધ્યે શ્રી આદિનાથ જીનાલયની ૧૪ મી સાલગીરી મહોત્સવ ભવ્યરીતે ઉજવાયો.

સવારે પ્રભાતીયાં સહ સ્નાત્ર પહોત્સવ નો પ્રારંભ થયેલ. બાદમાં પૂજ્ય ભક્તિસૂરી સમૂદાયના પૂજ્ય મૂનિરાજશ્રી હેમંતવિજયજી મહારાજ તથા ડહેલાવાળા સમૂદાયના પૂજ્ય સાધ્વીશ્રી ચરણલોચનાશ્રીજી તથા પૂજ્ય સાધ્વીશ્રી નિધિરત્નાશ્રીજી મહારાજ આદિનો ભવ્ય સામૈયા સહ પ્રવેશ થયેલ.

સવારે શુભ મુહુર્તે ૧૪ મી ધ્વજારોહણના લાભાર્થી સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવાર દ્વારા ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવેલ. સવારે દાદા આદિનાથ સહ પ્રતિમાઓના અઢાર અભિષેક યોજાયેલ. જેનો લાભ સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવાર દ્વારા લેવામાં આવેલ. સૌએ અઢાર અભિષેક કરી ધન્યતા અનુભવેલ. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા યોજાયેલ. જેનો લાભ પણ શેઠ પરિવારે લીધેલ.

બાદમાં નવકારશી યોજાયેલ નવકારશીનો લાભ ફોફાણી મહેન્દ્રકુમાર નટવરલાલ પરિવાર તથા શાહ દેવીલાબેન વિનોદચંદ્ર પરિવારે લીધેલ. સત્તરભેદી પૂજા યોજાયેલ જેનો લાભ દોશી શાંતિલાલ રીખવચંદ પરિવાર લીલાધર એ લીધેલ. પંડિતવર્ય મિતેશભાઈ ફોફાણીએ જીતુ નાયકના સંગીતના તાલ સાથે સૌને ભાવવાહીમાં જાેેડેલ. આગામી વર્ષના ધ્વજારોહણનો લાભ પાદર નિવાસી તારાબેન કાંતિલાલ શાહ પરિવારે લીધેલ.તેમજ પદમાવતી માતાજીનો લાભ સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવારે લીધેલ.

નવમી પૂજા અંતર્ગત પૂજ્ય ગુરૂભગવંતોના મંત્રોચ્ચાર વચ્ચે મૂળનાયક આદિનાથ જીનાલયમાં સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવારે જીનાલયમાં અક્ષતના વધામણા સહ ત્રણ પ્રદક્ષીણા આપી ધ્વજારોહણ કરેલ. ૫રિવારના સુરેશભાઈ, અશોકભાઈ, રાજુભાઈ, અલ્કેશભાઈ આદિ પરિવારજનોએ ઉમળાભેર ધ્વજારોહણ કરેલ. માણીભદ્રવીરદાદાને ધ્વજારોહણનો લાભ મંજુલાબેન સુરેશભાઈ શાહ લાટીવાળા પરિવાર તથા પદ્માવતી માતાજીને જાેષી ભગવાનભાઈ ભુદરભાઈ સીકોતર ટ્રેડર્સ તથા ગુરૂમહારાજની ધ્વજારોહણનો લાભ દેવીલાબેન વિનોદચંદ્ર શાહ પરિવારે લઈ ધ્વજારોહણ કરી ધન્યતા અનભવેલ.બાદમાં દાદાને સુખડી શ્રીફળ અર્પણ થયેલ.પૂજ્ય ગુરૂભગવંતોએ શાંતિનો પાઠ કરાવેલ.

બપોરે સંઘ સ્વામીવાત્સલ્ય યોજાયેલ જેનો લાભ સુશ્રાવિકા કાન્તાબેન બાલચંદભાઈ શેઠ પરિવારે લીધેલ.

જિનાલયમાં સર્વ સાધારણ ખાતે અનેક પરિવારોએ સુંદર લાભ લીધેલ. વિવિધ ઉછામણીઓ થયેલ. પૂજ્ય ગુરૂભગવંતે સૌને જિનશાસનના ગૌરવ વધે તેવા કાર્યો કરવા પ્રેરણા આપેલ. પૂજ્ય સાધ્વી ભગવંતે સૌને સાલગીરી મહોત્સવમાં તન-મનથી જાેડાવવા પ્રેરણા કરેલ.

યોજાયેલ સાલગીરી મહોત્સવમાં વિવિધ પરિવારોએ લાભ લીધેલ જેમાં મંદિર સુશોભનના લાભાર્થી તરીકે હસાણાી પ્રભાબેન કિર્તીલાલ પરિવાર લાટીવાળા, ગોળની પ્રભાવનાના લાભાર્થી કોઠારી રમીલાબેન હસમુખલાલ ફોજાલાલ, પરિવાર રૈયા, બેનર સુશોભનના લાભાર્થી હસાણી મંજુલાબેન સુરેશકુમાર લાટીવાળાા પરિવાર, સરબતના લાભાર્થી ડોસલીયા તારાબેન કાંતિલાલ પરિવાર પાદર, જયજીનેન્દ્ર નો લાભ ભોટાણી મથુબેન ફોજાલાલ પરિવાર,ટોટાણા એ લીધેલ શુભેચ્છક તરીકે અનેક પરિવારોએ લાભ લીધેલ.

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

Back to top button
error: Content is protected !!