ગુજરાતીઓના મેરેજ મહેંદી રસમમાં સાઉથ ઇન્ડિયન ડ્રેસ કોડ નો ક્રેઝ

1 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
રાજ્યભરમાં લગ્ન સિઝન ધૂમધામથી જોવા મળી હતી. લગ્ન સિઝનની અનેક પરિવારો દ્વારા અગાઉથી તૈયારીઓ થતી હોય છે. જ્યારે આ તૈયારીઓના ભાગરૂપે કપડાથી લઈને દાગીના સુધીની ખરીદીઓ સાથે સાથે જેટલા દિવસ પરિવારમાં ફંકશન હોય તે પ્રમાણે અગાઉથી પ્લાનિંગ કરવામાં આવતું હોય છે. જેમાં હલ્દી રસમથી લઈને વિદાય સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જ્યારે આ વખતે મેરેજ સિઝનમાં લોકોની વધુ પસંદ સાઉથ ઇન્ડિયન ક્રેઝ રહ્યો છે. રાજ્યભરમાં ચાલી રહેલ ધુમધામ થી મેરેજ સિઝનમાં અમદાવાદ એક ભૂદેવ પરિવાર ના મેરેજ ફંકશનમાં દરેક દિવસના અગાઉથી ડ્રેસ કોડ આપવામાં આવ્યો હતો. જેમાં પરિવારના સભ્યો માં પુરુષો સાઉથ ઇન્ડિયન લૂંગી, ખેસ, શર્ટ, અને મહિલાઓ સાઉથ ઇન્ડિયન સાડીમાં તેમજ ઘરેણામાં જોવા મળતા આ ગુજરાતી પરિવારમાં સાઉથ ઇન્ડિયન ડ્રેસ કોડ મહેંદી રસમ માં પહેરતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. અને સાથે સાથે બ્લેક ગોગલ્સ પહેરીને સાઉથ મુવી ના સોંગ સાથે ડાન્સ કરીને આકર્ષણ જણાવ્યું હતું.




