દિયોદર મામલતદાર ખાતે SPCA બનાસકાંઠા દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો..

દિયોદર મામલતદાર ખાતે SPCA બનાસકાંઠા દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો..
પ્રતિનિધિ દિયોદર ફોટો
અહેવાલ કલ્પેશ બારોટ
દિયોદર મામલતદાર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) દ્વારા પ્રખર ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓની વહારે આવી એક સરાહનીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. “પક્ષી બચાવો અભિયાન” અંતર્ગત દિયોદર મામલતદાર કચેરી ખાતે પાણીના કુંડા, બર્ડ ફીડર (ચણ માટેના પાત્રો) અને ચકલીના માળાના વિનામૂલ્યે વિતરણનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
પક્ષી બચાવો અભિયાન મામલતદાર કચેરી પ્રાંગણ, દિયોદર ખાતે રાખવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ મામલતદાર ના અધ્યક્ષ સ્થાને ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA).l દ્વારા પાણીના કુંડા, બર્ડ ફીડર અને ચકલીના માળા. વિતરણ કર્યું
SPCA બનાસકાંઠાના ઉપપ્રમુખ જયંતીલાલ બી. દોશી દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈનો તેમજ તમામ જીવદયા પ્રેમીઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજર રહીને પક્ષીઓ પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને કુંડા-માળાનું વિતરણ મેળવ્યું હતું.





