BHUJGUJARATKUTCH

વિશ્વ દિકરી દિવસે અદાણી વિદ્યામંદિરની બહાદુર બાળાઓની જીવંત કહાની લાડલી દિકરીઓએ ખેલજગતમાં મેદાન માર્યુ.

11-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :-  વિશ્વભરમાં દિકરીઓનું મહત્વ સમજી તેમના માટે બહોળી તકો ઉભી કરવા 11મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ મનાવવામાં આવે છે. આજે સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં દિકરીઓ નામ રોશન કરી રહી છે. ત્યારે એવી જ કેટલીક દિકરીઓની વાત કરીએ જેમણે અનેક પડકારો ઝીલી સ્પોર્ટ્સ ક્ષેત્રે સફળતાના પરચમ લહેરાવ્યા છે. અદાણી વિદ્યામંદિરની વિદ્યાર્થિનીઓ તન્વી અને માર્મીએ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજીત રમતગમતમાં ઉલ્લેખનીય સિદ્ધિ હાંસલ કરી શાળા અને પરિવારની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરી છે.સામાન્ય પરિવારમાંથી આવતી તન્વી અંતલા અદાણી વિદ્યામંદિરમાં ધો.9માં અભ્યાસ કરે છે. અભ્યાસ સાથે ખેલકૂદમાં પણ તે ખૂબ રસ ધરાવે છે. તને ખેલકૂદ પ્રત્યે રૂચિ જગાવવામાં વિદ્યામંદિરના શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. શિક્ષકગણનું માર્ગદર્શન અને સખત પરિશ્રમના પરિણામે તન્વીએ ઉંચી કૂદમાં જિલ્લા સ્તરે પ્રથમ સ્થાન મેળવી અને સ્ટેટ લેવલ માટે સિલેક્ટ થઇ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી છે.તન્વી જણાવે છે કે “રાજ્ય કક્ષા માટે મારી પસંદગી થઈ તે મારા માટે અત્યંત ખુશીની ક્ષણ હતી. જિલ્લા સ્તરે અદાણી વિદ્યામંદિર-અમદાવાદનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની વાત છે. કોચનું સતત માર્ગદર્શન અને સખત પ્રેક્ટિસે મને આ સફળતા આપાવી છે. જો કે મારી મહત્વકાંક્ષા ઓલિમ્પિકસમાં દેશનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં તિરંગાનું સન્માન વધારવાની છે.”આવી જ એક સફળ કહાની છે માર્મી જાગાણીની. સામાન્ય પરિવારમાંથી આવતી માર્મી પણ ધોરણ 9માં અભ્યાસ કરે છે. અદાણી વિદ્યામંદિરના શિક્ષકોએ તેના ટેલેન્ટને ઓળખી લોંગ જમ્પ માટે પ્રેરિત કરી. શિક્ષકોએ આપેલી સફળતાની ગુરૂચાવીના પરિણામે તેણીએ જિલ્લા સ્તરે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી નામ રોશન કર્યું છે. માર્મી જણાવે છે કે “લોંગ જમ્પમાં એપ્રોચ રન, છેલ્લા બે સ્ટેપ્સ, ટેક ઓફ, એર લેન્ડીંગ જેવા ઘટકો મહત્વના હોય છે. ક્યારેક તો એ રોલરકોસ્ટર રાઈડ જેવું પણ લાગે છે. અદાણી વિદ્યામંદિરે મને આ સફળતા પ્રાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરી છે”. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SGFI) દ્વારા આયોજીત અંડર-17 ખોખોમાં પણ આ બંને દિકરીઓ દ્વિતીય રનર-અપ તરીકે ઉભરી આવી છે અને સ્ટેટ લેવલ માટે સિલેક્ટ થઇ છે. અદાણી વિદ્યામંદિરની આ કિશોરીઓએ સમાજની અનેક દિકરીઓ માટે પ્રેરણાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. અદાણી વિદ્યામંદિર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોના વિદ્યાર્થીઓને ની:શુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરે છે.

અદાણી ફાઉન્ડેશન વિશે: અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,753 ગામડાઓમાં કાર્યરત છે, જે 73 લાખ લોકોને સ્પર્શે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!