BANASKANTHAPALANPUR

શ્રીમતી સાળવી (સ્વસ્તિક) પ્રા.શાળાના ૩૨માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

15 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત શ્રીમતી એસ.સી.સાળવી અને શ્રીમતી એમ.એસ.સાળવી પ્રા.શાળાના સ્થાપનાને ૩૧ વર્ષ પૂર્ણ થતાં શાળા પરિવાર દ્વારા શાળાના ૩૨મા જન્મદિન ની ઉત્સાહભેર ઉજવણી કરવામા આવી હતી.આ પ્રસંગે બ.કાં.નાયબ કલેકટર પી.સી.દવે, પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેતલબેનરાવલ,મનસુખભાઇપ્રજાપતિ,મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ, ઉપપ્રમુખ પ્રકાશભાઇ ગામી,મંત્રી જયંતિભાઇ ઘોડા સહિત મંડળના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.સાળવી પ્રા.શાળાના જન્મદિન ઉજવણી પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે કેક કટીંગ કરવામાં આવી હતી. તદઉપરાંત, વર્ષ દરમિયાન શૈક્ષણિક અને સાંસ્કૃતિક હરીફાઇઓ અને પરીક્ષાઓમાં વિજેતા થનાર શાળાના વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના સિનિયર શિક્ષિકા અને ધો.૧ થી ૪ ના સુપરવાઇઝર પિનાબેન ડેરિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. તદઉપરાંત, વિવિધ પરીક્ષાઓમાં વધુ પ્રમાણપત્ર મેળવનાર શાળાની દિકરી નિરાલી ભાણોતરને “બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર”નો એવોર્ડ અને રમત-ગમતક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાની અન્ય વિદ્યાર્થીની રેન્સી સબાસણાને “બેસ્ટ પ્લેયર ઓફ ધ યર”નો એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમનુ આયોજન મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય મહેશભાઇ પટેલ અને ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત સહિત સમગ્ર સ્ટાફના સહકાર થી કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ઉદઘોષક તરીકે શાળાના શિક્ષક ભરતભાઇ રાવત અને જીનલબેન જોશીએ સફળ સંચાલન કર્યું હતું.

Back to top button
error: Content is protected !!