GUJARAT

Dhoraji: ધોરાજી તાલુકાનો ભાદર-૨ જળાશય ૭૦% ભરાયો અસરગ્રસ્ત ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના

તા.૫/૭/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા જણાવાયું

Rajkot, Dhoraji: ભારે વરસાદને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા પાસે આવેલો ભાદર-૨ જળાશય ૭૦ ટકા ભરાઈ ગયો છે. આ ડેમ સંપૂર્ણ ભરાતા અથવા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તેમજ કાંઠા વિસ્તારમાં કોઈએ અવરજવર ન કરવા માટે ખાસ સૂચના જારી કરવામાં આવી છે.

આ સાથે ભાદર-૨ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવતા ધોરાજીના ભોળા, કુતિયાણાના ભોગસર અને ઉપલેટાના ડુમિયાણી ગામોના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે.

ઉપરાંત ધોરાજી તાલુકાના ભલગામડા, છાડવાવદર અને સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલિયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢા, ગણોદ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી (મજેઠી), નીલખા, તલગણા અને ઉપલેટા જ્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર, બિલડી, ચૌટા, છાત્રાવા, કટવાણા, કુતિયાણા, માંડવા, પાસવારી, રોઘડા, સેગરસ, થપડા, માણાવદર તાલુકાના ચિલોદરા, રોઘડા, વડાસડા અને વેકરી તેમજ પોરબંદર તાલુકાના ચીકાસા, ગરેજ, મિત્રાળા અને નવી બંદર ગામના લોકો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

ડેમની પૂર્ણ જળસપાટી (F.R.L.) ૫૩.૧ મીટર છે અને હાલ ડેમમાં પાણીનું સ્તર ૫૦.૩૫ ઘનમીટર છે. ડેમમાં હાલ પાણીની આવક (ઇનફ્લો) ૭૫૪ ક્યુસેક થઈ રહી છે, તેમ રાજકોટ ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!