GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ડૉ.બાબાસાહેબ આંબેડકરજી ની પુણ્યતિથી નિમિતે કાલોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

 

તારીખ ૦૭/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતીય બંધારણના ઘડવૈયા, સામાજીક સમરસતાના મહાનાયક, ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજી ની પુણ્યતિથિ નિમિતે બીજેપી પંચમહાલ જિલ્લા તેમજ કાલોલ નગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર જી ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રદેશ મહામંત્રી અનુ.જાતિ મોરચાના દેવેનભાઈ વર્મા,જિલ્લા ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશ પંડ્યા, કાલોલ તાલુકા મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ ,નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, જીલ્લા પંચાયત સભ્ય કૃષ્ણકાંત પરમાર, માજી તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિજયભાઈ, પંચમહાલ જિલ્લાના પ્રમુખ નારણભાઈ અને ડૉ સુનીલ પરમાર ઈનચાર્જ જીલ્લા એસ સી મોરચો, નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,નગરપાલિકાના સભ્યો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!