BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરુચ પોલીસનું તેલંગાણામાં ઓપરેશન:સાત વર્ષથી ફરાર અદાણી કંપનીમાંથી કોલસાની ચોરી કરનાર આરોપીને ઉઠાવી લીધો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી અદાણી કંપનીમાંથી કોલસાની ચોરી અને ખોટી બિલ્ટી બનાવવાના કેસમાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના PSI એ.કે.જાડેજાની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ભાળ મેળવી હતી.
આરોપી નક્ષેદ રામપ્રતાપ સાકેત તેલંગાણા રાજ્યના કરીમનગર જિલ્લાના માનાકોન્દુર તાલુકામાં છુપાયો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે 19 ફેબ્રુઆરીના રોજ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીને ગુજરાત લાવીને વધુ કાર્યવાહી માટે દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અદાણી કંપનીમાંથી કોલસો સગેવગે કરી વિશ્વાસઘાતનો ગુનો નોંધાયેલો હતો.