BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ રેલવે પોલીસની કાર્યવાહી:8 વર્ષમાં પકડાયેલા 6.63 લાખના વિદેશી દારૂનો નાશ, બુલડોઝર ફેરવાયું
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ રેલવે પોલીસે વર્ષ 2017થી 2025 સુધીના સમયગાળામાં જપ્ત કરેલા વિદેશી દારૂનો નાશ કર્યો છે. સુરત મેજિસ્ટ્રેટ રેલવે કોર્ટના આદેશ અનુસાર આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
268 અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલો કુલ 6,63,235 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ નષ્ટ કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં કુલ 5,562 બોટલનો સમાવેશ થાય છે.
ચાવજ વિડિયોકોન કંપનીની ખાલી જગ્યામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે પંચોની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.