BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: બંબુસર ખાતે આવલી હજરત જોરાવરશા દાદાની દરગાહ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ..

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ તાલુકાના બંબુસર ગામથી બે કી.મી ના અંતરે આવેલી સુપ્રસિદ્ધ હજરત પીર જોરાવરશા દાદાની દરગાહ ઉપર શ્રધ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. જ્યાં બંબુસરના ઇમામ સાહેબની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતો સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. સંદલ શરીફ પ્રસંગે હજરત પીર જોરાવરશા દાદાની દરગાહ ખાતે અનુયાયીયોએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિ માં દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!