ANKLESHWARBHARUCHBHARUCH CITY / TALUKO

આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા નદીના માનવસર્જિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કિટનું વિતરણ કર્યું.

‘આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા નદીના માનવસર્જિત પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કિટનું વિતરણ કર્યું.

ભાજપના તાયફાઓના કારણે લાખો લોકોનો જીવ જોખમમાં મુકાયો અને લાખો લોકોની ખેતીવાડી, ઘરવખરી બરબાદ થઈ ગઈ: ચૈતર વસાવા

સરકારનું રાહત પેકેજ ખેડૂત ભાઈઓ સાથે એક ક્રૂર મજાક છે: ચૈતર વસાવા

લાખો લોકોના ઘર અને ઘરવખરીનો નાશ થયો છે, પશુઓ મૃત્યુ પામ્યા છે, એમને પણ સહાય આપવામાં આવે: ચૈતર વસાવા

નર્મદા નિગમના અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય જેના કારણે આ માનવસર્જિત પુર આવ્યું છે, એ તમામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે: ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના અને દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની ટીમે નર્મદા નદીના માનવસર્જિત પૂરથી અસરગ્રસ્ત ઝઘડિયા તાલુકાના ઇન્દોર, ઓરપટાર, અવિધા, જુનાપરા, સીમોદ્રા જેવા ગામોમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી. આ ગામોના તમામ અસરગ્રસ્ત પરિવારોને ચોખા, ઘઉં, દાળ, ડુંગળી, બટાકા,ખાંડ, તેલ, મીઠું, મરચું, મસાલો, હળદર, સાબુ જેવી વસ્તુઓ દસ દિવસ ચાલે એટલી કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે, નર્મદા નદીમાં આવેલ માનવસર્જિત પુરના કારણે લાખો લોકોનું નુકસાન થયું છે. જેની કોઈ ભરપાઈ થઈ શકે એમ નથી. પરંતુ આજે અમે નાનકડી મદદ રૂપે દરેક પરિવારને અઠવાડિયાથી દસ દિવસ ચાલે એટલા જરૂરી સામાનની કીટનું વિતરણ કર્યું છે. લોકોને અમે વિશ્વાસ અપાવ્યો છે કે આવનારા સમયમાં આ મુદ્દે વિધાનસભામાં અવાજ ઉઠાવવામાં આવશે અને અમે લોકોને ન્યાય અપાવીને જ રહીશું. ભાજપના તાયફાઓના કારણે લાખો લોકોનો જીવ જોખમમાં મુકાયો છે અને આજે એના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. આજે લોકો જાગી રહ્યા છે. આજે અમે કોઈ રાજનીતિ કરવા માટે નથી આવ્યા, પરંતુ આ વિસ્તારના લોકોને જે તકલીફ પડી છે, એ તકલીફમાં તેમની સાથે ઊભા રહેવા માટે આવ્યા છીએ.

નર્મદા નદીમાં આવેલા માનવસર્જિત પૂરના કારણે લોકોની ખેતીવાડી, ઘરવખરી બરબાદ થઈ ગઈ છે. લોકોને જાનમાલનું કરોડોનું નુકસાન થયું છે. તો હું ભરૂચ જિલ્લાના, ગુજરાતના અને દેશના તમામ લોકોને અપીલ કરું છું કે જીઆઇડીસી, જીએમડીસી, કંપની હોય કે સ્વૈચ્છિક સંસ્થા હોય એ તમામ લોકો અહીંયા મદદરૂપ થવા માટે આવો અને પૂરના અસરગ્રસ્ત લોકોને જે પણ મદદની જરૂરત છે એમાં સહયોગ આપો.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 17 મી સપ્ટેમ્બરે 23 દરવાજાઓ ખોલીને અઢાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. જેના કારણે નર્મદા ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારના ગામડાઓમાં પુર આવ્યું અને એક એક માળ સુધી પાણી ઘૂસી ગયું. જેના કારણે લોકોને ખૂબ જ નુકસાન થયું છે. અમે મારી ટીમ સાથે છેલ્લા પાંચ દિવસથી આ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છીએ. એ જોઈને અમને લાગે છે કે સરકારને એ અંદાજો નથી કે કેટલું નુકસાન થયું છે. કારણકે ગઈકાલે સરકારે જે પેકેજ જાહેર કર્યું એ પ્રમાણે બિન પિયત પાકો માટે હેક્ટરે ફક્ત 8500 રૂપિયા, પિયત પાકો માટે પ્રતિ હેક્ટરે ૨૫ હજાર રૂપિયા, બાગાયતી પાકો માટે પ્રતિ હેક્ટરે 1,25,000 રૂપિયા એ પણ બે હેક્ટરની મર્યાદામાં અને 33%થી વધુ નુકસાન હોય તેને જ મળવા પાત્ર જ છે એવું પેકેજ જાહેર કર્યું.

અમે સરકારને કહેવા માગીએ છીએ કે સરકારનું આ પેકેજ ખેડૂત ભાઈઓ સાથે એક ક્રૂર મજાક છે. અમારી માંગણી છે કે વળતર વધારવામાં આવે અને હેક્ટરની મર્યાદાઓ દૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે. લાખો લોકોના ઘર અને ઘરવખરી નાશ થઈ ગયા છે, પશુઓ મૃત્યુ પામ્યા છે, એમને પણ સહાય આપવામાં આવે એવી અમારી માંગણી છે અને જો સરકાર આવું નહીં કરે તો આવનારા સમયમાં સરકારે લોકોના ખૂબ જ મોટા આક્રોશનો સામનો કરવો પડશે. અમારી એ પણ માંગણી છે કે નર્મદા નિગમના અધિકારીઓ હોય કે કોઈ નેતા હોય જેના કારણે આ માનવસર્જિત પુર આવ્યું છે એ તમામની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવનારા સમયમાં અમે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર પણ આપીશું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!