BHARUCHGUJARAT

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ નો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો

જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને પોસ્ટલ બેલેટ નો જિલ્લા કક્ષાનો પ્રથમ એક્સચેન્જ મેળો યોજાયો

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૬/૦૪/૨૦૨૪

 

ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-૧૨ તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે જિલ્લાકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંજ ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલના માર્ગદર્શન સૂપેરે કામગીરી પાર પાડવામાં આવી હતી.

 

જીલ્લા કક્ષાના પોસ્ટલ બેલેટ એક્સચેન્જ મેળામાં ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગો ૧૫૦-જંબુસર, ૧૫૧- વાગરા, ૧૫૨-ઝઘડીયા, ૧૫૩-ભરૂચ તથા ૧૫૪-અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ અને ગુજરાત સરકાર હસ્તકનાં જુદા – જુદા વિભાગોની કચેરીઓનાં અધિકારી અને કર્મચારીઓએ અન્ય લોકસભા મતવિભાગની મતદાર યાદીમાં નોંધાયેલ અધિકારી / કર્મચારીઓ પાસેથી ભરાયેલા ૧૩૧૫૦ જેટલા ફોર્મ-૧૨ મળ્યા હતા. જેને આગામી તા.૧૮ એપ્રિલ ૨૦૨૪ ના રોજ યોજાનાર રાજ્ય કક્ષાનાં એક્સચેન્જ મેળામાં લઇ જવામાં આવશે.

 

તદઉપરાંત, ૨૨-ભરૂચ લોકસભા મતવિસ્તારનાં ચૂંટણી ફરજ પરનાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કુલ ૬૧૮૩ ફોર્મ-૧૨- એ મળ્યા હતા. જેને સંબધિત વિધાનસભા મતવિભાગમાં ઇ.ડી.સી માટે એક્ષચેન્જ કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં,પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ.પટેલ, તમામ વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ, ચુંટણી શાખાનો સ્ટાફ અને વિવિધ વિભાગના લાઈઝનીંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!