BHARUCHJAMBUSAR

Jambusar : જંબુસર સુપર સોલ્ટ કંપની દ્વારા પ્રાથમિક શાળા ખાતે આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ સમારોહ

જંબુસર
સુપર સોલ્ટ કંપની દ્વારા પ્રાથમિક શાળા ખાતે આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ સમારોહ ધારાસભ્ય ડી.કે.સ્વામી,પ્રાન્ત અધિકારી એમ.બી.પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર, તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી કાનજીભાઈ પઢીયાર ની ઉપસ્થિતિ મા યોજાયો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર તાલુકાના મગણાદ ગામ સ્થિત આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની દ્વારા મગણાદ પ્રાથમિક શાળા ખાતે આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ગણવેશ વિતરણ કરાયું હતું. જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામી,પ્રાંત અધીકારી એમ.બી. પટેલ, મામલતદાર વિનોદભાઈ પરમાર,તાલુકા વિકાસ અધિકારી મહેન્દ્ર ચૌધરી, તાલુકા શિક્ષણા ઘિકારી કાનજીભાઈ પઢીયાર ઉપસ્થિત રહ્યાં હતાં.
મગણાદ ખાતે આવેલ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી દ્વારા વખતોવખત સામાજિક, શૈક્ષણિક, તથા આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવતી હોય છે. અગાઉ પણ જંબુસર નગરના પ્રવેશદ્વાર સર્કલોની ભેટ આપવામાં આવી હતી.કોરોના કાળમાં પણ કંપની દ્વારા સેવાઓ અપાઇ હતી. પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે કંપની સંચાલકો દ્વારા શૈક્ષણિક સહાય ની પ્રણાલિકાને જાળવી રાખી મગણાદ પ્રાથમિક શાળા મા ગણવેશ વિતરણ કરાયું હતુ.બાળકોને શિક્ષણમાં રસ રૂચી રાખવા તથા બાળકોમાં એકાત્મતાની ભાવના જાગે તે માટે કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતનભાઇ ત્રિવેદી એ ગામ અને કંપની સાથેના પરસ્પર સંબંધોનો સુમેળની વાત દોહરાવી આવા જનસમૂહ ઉપયોગી કાર્યો પોતાની સત્તામાં થતા રહે એવો ભાવ વ્યક્ત કર્યો હતો.તથા ગામને જ્યારે કોઈ સહાયની જરૂર પડશે તો સેવા કરવા તત્પરતા દાખવી હતી. તેમજ આ પ્રસંગે કંપની ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેતનભાઇ ત્રિવેદી એ પ્રાથમિક શાળા ને ગ્રામ પંચાયત ધ્વારા ફાળવેલ જમીન ઉપર શાળા ના બાળકો માટે રમતગમત ના સાધનો સહિત નો બાગ સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ તરફથી બનાવી આપવાની જાહેરાત કરતા ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો એ તેને બિરદાવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ તેમના વક્તવ્ય મા સુપર સોલ્ટ પ્રાઈવેટ લિમિટેડ ની સેવાકીય પ્રવૃત્તિઓ ને બિરદાવી હતી.પ્રાંત અધિકારી એમ.બી.પટેલ દ્વારા બાળકો તથા વાલીઓને સરકારી શાળામાં અભ્યાસ કરાવવા અપીલ કરી અને કંપની સંચાલકોના કાર્ય ને બિરદાવ્યું હતું.ગણવેશ વિતરણ કાર્યક્રમ પ્રસંગે મગણાદ ગામ અગ્રણી ભાઈબહેનો એસએમસી સભ્યો સીઆરસી સંઘ પ્રમુખ કંપની સ્ટાફ હાજર રહ્યાં હતાં.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!