BHARUCHBHARUCH CITY / TALUKO

રાષ્ટ્રીય લોક અદાલત કાર્યક્રમ અન્વયે ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતો ધ્વારા એક જ દિવસમાં ૧૩,૫૮૮ કેસોનો નિકાલ કર્યો

રૂા. ૧૩,૯૪,૯૫, ૨૩૯/- સેટલમેન્ટ રકમના વ્યવહારોનો સુખદ નિકાલ કરાયો

ભરૂચ – રવિવાર – રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, નવી દીલ્હીના આદેશ અનુસાર અને નામ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે ભરુચ જીલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેનશ્રી આર.કે. દેસાઈશ્રીના માર્ગદર્શન અને સેકટરીશ્રી ડી. બી. તિવારીશ્રીના સંચાલન હેઠળ તા.૨૨/૦૬/૨૦૨૪ ને શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના મુખ્ય જીલ્લા ન્યાયાધીશશ્રી આર. કે. દેસાઈશ્રી અને અન્ય ન્યાયાધીશશ્રીઓના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં ભરૂચ હેડ કવાર્ટરના ન્યાયાધીશશ્રીઓ વકીલ બારના હોદ્દેદારો, સરકારી વકીલશ્રીઓ, ન્યાયખાતાના કર્મચારીઓ તથા ડી.જી.વી.સી.એલ., બેન્કો અને ફાઈનાન્સીયલ ઈન્સ્ટીટયુશનના અધિકારીઓ ઉપસ્થીત રહ્યા હતા.
લોક અદાલતમાં ભરૂચ જિલ્લાની વિવિધ અદાલતો ધ્વારા કુલ ૨૭, ૨૮૭ કેસો નિકાલ અર્થે મુકવામાં આવેલ હતા જેમાં લોક અદાલતના અંતે પોસ્ટ-લીટીગેશન : ૮૦૯૯ કેસો અને : ૫૪૮૯ કેસો મળી કુલ: ૧૩,૫૮૮ કેસોનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવેલ છે. જેમાં કુલ મળી વિક્રમી રૂા. ૧૩,૯૪,૯૫,૨૩૯/- સેટલમેન્ટ રકમના વ્યવહારોનો સુખદ નિકાલ અદાલતો ધ્વારા કરવામાં આવેલ છે. તેમ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા મળેલી એક અખબારી યાદી જણાવવામાં આવ્યુ હતું.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button