BHARUCHNETRANG

“કઠોર આત્માનિર્ભરતા મિશન યોજના અંતર્ગત” વાલીઆ APMC ખાતે ૧૬૮૮ ખેડુતોએ ટેકાનાં ભાવે રૂપિયા ૪૦.૩૮ કરોડમાં ૫૦૪૭૫ કિવન્ટલ તુવેર નું વેચાણ ક્યું

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

વાલીઆ એપીએમસી ના ચેરમેન યોગેન્દ્રસિંહ મહિડા દ્રારા ખેડુતોને પોતાની ખેતપેદાશો નો પોષણસમ ભાવ મળી રહે તે માટે વખતોવખત સરકારશ્રીમાં રજુઆત કરી ટેકાના ભાવે ખેડુતો વેચાણ કરી શકે તે માટે ખરીદ સેન્ટર એપીએમસી વાલીઆ ખાતે દરેક ખરીફ પાક માટે શરૂ કરાવે છે. જે અંતર્ગત ચાલુ ખરીફ સીઝન વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમ્યાન સરકારશ્રી એ ” કઠોર આત્માનિર્ભરતા મિશન ” ૨૦૨૫-૨૬ ના વર્ષ નાં બાંધેલા તુવેરના ટેકા ના ભાવ પ્રતિ કિવન્ટલ રૂ ૮૦૦૦/= થી નાફેડ અમદાવાદ નાં માધ્યમ થી વાલીઆ ખાતે આવેલ એપીએમસી ખાતે ૧૬૮૮ ખેડુતમિત્રોએ રૂપિયા ચાલીસ કરોડ આડત્રીસ લાખમાં ૫૦૪૭૫ કિવન્ટલ વેચાણ કરી પોતાની ખેત પેદાશનો પોષણસમ ભાવ મળતા ખેડુતોમાં આનંદ ની લાગણી ફરીવળી છે.

 

એપીએમસી વાલીઆ ના ચેરમેન કમીટી સભ્યો

એ ચાલુ વષે મગની ખરીદી ટેકા ના ભાવે થાય તે માટે સરકારશ્રી રજુઆત કરેલ છે.

Back to top button
error: Content is protected !!