BHARUCHVAGRA

રાજપીપલા રોડ પર ઝુબેર નગરની બે દુકાનોમાંથી 555 કિલો શંકાસ્પદ મશીનરી મોટર અને ભંગારનો જથ્થો ઝડપાયો

રિપોર્ટર સૈફ અલી ભટ્ટી વાગરા

અંકલેશ્વર રાજપીપલા રોડ પર ગિરનાર સોસાયટી નજીક ઝુબેર નગર ગોડાઉનમાંથી 555 કિલો શંકાસ્પદ મશીનરી મોટર અને ભંગારનો જથ્થો GIDC પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બે ગોડાઉનમાંથી રૂ.92,700નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરી બંને ગોડાઉન સંચાલકની અટક કરી હતી.

પોલીસે બે દુકાનોમાંથી કિંમતી ધાતુઓ ઝડપી પાડી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકનો સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, રાજપીપળા રોડ ઉપર આવેલા ગિરનાર સોસાયટીની બે દુકાનોમાં શંકાસ્પદ ભંગાર સંતાડેલો છે. તે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દરોડા પાડયા હતા. પોલીસે દુકાન નંબર-12 અને 13માંથી જૂની એસ.એસ.ની સાપ્ટીંગ, લોખંડના ચક્કર, એસ.એસ.કપ્લર અને અન્ય કિંમતી ધાતુ મળી આવી હતી.

બંને દુકાન સંચાલકોએ પોલીસે અટક કરી આ સામાન માટે અજયપાલ દીપચંદ ગુર્જર અને રાજનસિંગ દીપચંદ ગુર્જર પાસે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા બંને ગલ્લા તલ્લા લાગતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. જેમાં એક ગોડાઉનમાંથી 440 કિલો ભંગારનો જથ્થો તેમજ બીજી દુકાનમાંથી 115 કિલો જથ્થો મળી કુલ 555 કિલો શંકાસ્પદ જથ્થો મળી રૂ. 92,700નો મુદ્દામાલ જપ્ત કરી બંને દુકાન માલિકોની અટક કરી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!