
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના એક ગામે પરિવાર સાથે રહેતી ૧૭ વર્ષીય સગીર વયની યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થવાની ઘટના બનવા પામી હતી. આ અંગે મળતી વિગતો મુજબ નેત્રંગ તાલુકાની આ ૧૭ વર્ષીય સગીરાએ તા.૫ મીના રોજ બપોરના ત્રણ વાગ્યાના સમયે તેની માતાને જણાવેલ કે તે રાજકોટ નજીક રહેતા સંબંધીને ત્યાં મહેમાન જવાની છે,તેથી સગીરાની માતા તેની દિકરીને ગામમાં થોડે સુધી મુકવા ગઇ હતી,ત્યારબાદ સગીરાએ માતાને જણાવેલ કે તે પોતે એકલી જતી રહેશે તમે અહિંયાથી ઘેર જતા રહો. ત્યારબાદ મોડેથી સગીરાના પરિવારજનોએ તેણીનો ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કર્યો તો તેનો મોબાઇલ બંધ આવતો હતો. સગીરા રાજકોટ નજીક જે સંબંધીને ત્યાં જવાની હતી તેમનો સંપર્ક કરતા સગીરા ત્યાં પહોંચી નહતી એમ જાણવા મળતા પરિવારે અન્ય સંબંધીઓનો પણ સંપર્ક કરતા સગીરા ત્યાં પણ ગઇ નહતી એમ જાણવા મળ્યું હતું. તેથી પોતાની ૧૭ વર્ષીય સગીર વયની દિકરીને કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરીને લઇ ગયો હોવાની શંકા સાથે યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ લખાવી…



