BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ SOGની મોટી કાર્યવાહી: 3.725 કિલો ગાંજા સાથે એક ઝડપાયો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં નશાકારક માદક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, સંગ્રહ અને વેચાણ સામે ભરૂચ પોલીસ દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન ભરૂચ SOGની ટીમને બાતમી મળી હતી કે એક ઈસમ એક્ટિવા પર માદક પદાર્થની ગોળીઓ લઈને રાજપીપળા ચોકડી તરફ વેચાણ કરવા જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિશાલખાન નિહાલખાન નામના ઈસમને ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 3.725 કિલો ગાંજો, જેની કિંમત રૂ. 1,86,250, એક મોબાઈલ ફોન અને GJ-16-EE-6260 નંબરની એક્ટિવા મળી કુલ રૂ. 2,66,250નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ મામલે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(c), 20(b)(ii)(B), 25 અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલ આરોપી વિશાલખાન નિહાલખાન હાલ અંકલેશ્વરમાં રહેતો હોવાનું તેમજ મૂળ ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાનો હોવાનું જણાવાયું છે. આ કેસમાં કાપોદ્રાના અસ્લમ અને સુરતના એક મારવાડી ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

 

Back to top button
error: Content is protected !!