BHARUCHNETRANG

નેત્રંગ ખાતે વસતી ગણતરી–2026 અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઈ તેમજ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ગણતરીદારોનું પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું…

 

 

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ મામલતદાર કચેરી ખાતે ચાર્જ ઓફિસર તથા નેત્રંગ મામલતદાર કલ્પેશ બી ગળિયા (GAS)ના અધ્યક્ષસ્થાને વસતી ગણતરી–2026 અંતર્ગત નિયુક્ત સુપરવાઇઝરોની રીવ્યુ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હાલની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી તેમજ બાકી રહેલી કામગીરી સમયમર્યાદામાં ઝડપથી અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

 

ચાર્જ ઓફિસર અને મામલતદારે વસતી ગણતરી જેવી રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં ચોકસાઈ, જવાબદારી અને સમયપાલનનું વિશેષ મહત્ત્વ સમજાવી તમામ સુપરવાઇઝરોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો.

 

આ ઉપરાંત વસતી ગણતરી–2026ના પ્રથમ તબક્કા અંતર્ગત હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ (HLBs) ની કામગીરી ૧૦૦ ટકા સફળતાપૂર્વક પૂર્ણ કરનાર કુલ -૬ ગણતરીદારશ્રીઓને તેમના ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કાર્યની કદરરૂપે ચાર્જ ઓફિસર તથા મામલતદાર, નેત્રંગ દ્વારા પ્રશંસાપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

પ્રસંગે અધિકારીઓએ ગણતરીદારોની નિષ્ઠા, સમયબદ્ધતા અને કાર્યપ્રતિની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી તથા આગામી તબક્કાની કામગીરી પણ સમાન ઉત્સાહ અને જવાબદારીપૂર્વક પૂર્ણ કરવા પ્રેરિત કર્યા હતા.

 

કાર્યક્રમ દરમિયાન સંબંધિત અધિકારીઓ, સુપરવાઇઝરો અને ગણતરીદારો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!